14 July, 2024 12:20 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરની મૉડર્ન હોટેલમાં બ્રિટિશ જમાનાના ઑટોમૅટિક ફરતા પડદાવાળા ટ્રેડિશનલ પંખા
પહેલાંના જમાનામાં રાજા-મહારાજાની બાજુમાં પંખો નાખનારા ઊભા રહેતા કાં પછી છત પર પડદા જેવું લગાવેલું હોય એને કોઈ રૂમની બહાર બેઠાં-બેઠાં હલાવ્યા કરે એવી વ્યવસ્થા રહેતી. હાલમાં ઍર-કન્ડિશનરના જમાનામાં બૅન્ગલોરની એક રેસ્ટોરાંએ જૂના દિવસોની યાદ અપાવે એવા પડદાના સીલિંગ ફૅન્સ લગાવ્યા છે. જોકે ટ્રેડિશનલ પ્રિન્ટવાળા કપડાના ટૉવેલ જેવા કટકા આપમેળે હલે છે. ભલે એ દેખાવમાં પરંપરાગત હોય, એ કામ તો ઑટોમૅટિક અથવા ઇલેક્ટ્રિસિટીથી જ કરે છે. આ ફૅન્સનો વિડિયો કોઈકે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે અને એના પર લોકોએ દિલ ખોલીને કમેન્ટ્સ કરી છે. કોઈકને એ જૂના જમાનાના ગુલામીના દિવસોને યાદ અપાવનારા લાગે છે, તો કોઈકે લખ્યું છે કે લાઇફ ઇઝ અ સર્કલ. જૂનું જે પણ છે એ પાછું આવી રહ્યું છે.