24 September, 2024 09:49 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ઘરનાં કામ માટે પણ કૉર્પોરેટ પ્રોજેક્ટની જેમ લિસ્ટિંગ
અત્યારના સમયમાં કૉર્પોરેટ કલ્ચર લોકો પર કેટલું હાવી થઈ ગયું છે એનું દૃષ્ટાંત બૅન્ગલોરની એન્જિનિયરની ‘ઍક્સ’ પરની પોસ્ટ પરથી મળે છે. બૅન્ગલોરની એન્જિનિયર તન્વી ગાયકવાડ અને તેની ફ્લૅટમેટે ઘરનાં કયાં કામ ક્યારે કરવાનાં છે એ નક્કી કરવા માટે કૉર્પોરેટ ઑફિસમાં પ્રોજેક્ટ-વર્ક થતું હોય એ રીતે ચાર્ટ બનાવ્યો છે. ફ્રિજ ક્યારે અને કોણે સાફ કરવું, લાઇટ-બિલ ક્યારે ભરવું વગેરે કામની વહેંચણી કરી છે અને એમાં ‘ગૉડ ઑફ હાઉસ’નો મેસેજ પણ લખ્યો છે. તન્વીએ આ લિસ્ટ ‘ઍક્સ’ પર શૅર કર્યું છે.