AI કૅમેરા ગૂંચવાય અને કારચાલકો દંડાય, આવું કેમ ચાલે?

21 August, 2024 03:14 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

જોકે બૅન્ગલોરના ઍડિશનલ ટ્રાફિક કમિશનર એન. અનુચેતે આ વાત સ્વીકારી છે અને ડિસેમ્બર ૨૦૨૩થી મૅન્યુઅલી ચેક કર્યા પછી જ ચલાન ઇશ્યુ કરવાનો નિયમ કર્યો છે.

AI કૅમેરા

વાહનચાલકો ટ્રાફિકના નિયમો પાળે એ માટે ઠેકઠેકાણે ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા બેસાડાયા છે. આ કૅમેરાની મદદથી કોઈ ચાલક નિયમ તોડે કે તરત ચલાન ફાટે. નિયમ તોડવાથી દંડ ભરવો પડે એ વ્યાજબી છે, પરંતુ નિયમનું પાલન કર્યું હોય તો પણ દંડ ભરવો પડે એ ક્યાંનો ન્યાય. કર્ણાટક રાજ્યમાં વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ અત્યારે આ જ સમસ્યા વેઠી રહી છે. ત્યાં ટ્રાફિક નિયમન માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજસ એટલે કે AI ટેક્નિકવાળા કૅમેરા લગાડાયા છે, પરંતુ આ કૅમેરા કપડાના રંગમાં ગૂંચવાઈ જાય છે. બૅન્ગલોરમાં IT કંપનીમાં કામ કરતા કેશવ કિસલય કાયમ સીટબેલ્ટ બાંધીને જ કાર ચલાવે છે છતાં તેમને આ સીટબેલ્ટ ન બાંધવા માટેનું ચલાન મળ્યું છે. તપાસ કરતાં ખબર પડી કે તેમણે એ દિવસે કાળું ટી-શર્ટ પહેર્યું હતું એટલે કૅમેરાને લાગ્યું કે સીટબેલ્ટ નથી બાંધ્યો. આવા કિસ્સા મૈસૂરમાં પણ બન્યા છે. જોકે બૅન્ગલોરના ઍડિશનલ ટ્રાફિક કમિશનર એન. અનુચેતે આ વાત સ્વીકારી છે અને ડિસેમ્બર ૨૦૨૩થી મૅન્યુઅલી ચેક કર્યા પછી જ ચલાન ઇશ્યુ કરવાનો નિયમ કર્યો છે.

bengaluru ai artificial intelligence offbeat news national news mumbai traffic