સેક્સવર્કર્સને પેન્શન અને લીવ આપનાર બેલ્જિયમ વિશ્વનો પ્રથમ દેશ બન્યો

12 May, 2024 02:39 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હવે સેક્સવર્કરને વીક-ઑફ મળશે તથા તે ગ્રાહકને ના પણ પાડી શકશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દુનિયાભરના દેશોમાં સેક્સવર્કર્સ પોતાના અધિકાર માટે દાયકાઓથી લડતી આવી છે, પણ યુરોપિયન દેશ બેલ્જિયમે આ દિશામાં દાખલારૂપ પહેલ કરી છે. બેલ્જિયમ વિશ્વનો પહેલો એવો દેશ બન્યો છે જ્યાં સેક્સવર્કર્સને પેન્શન, ઇન્શ્યૉરન્સ તથા મૅટરનિટી લીવ જેવી સુવિધા આપવામાં આવશે. બેલ્જિયમે લેબર લૉ હેઠળ સેક્સવર્કર્સને પણ આવરી લેવાની જાહેરાત કરી છે. બેલ્જિયમે ૨૦૨૨માં સેક્સવર્કને ક્રાઇમની કૅટેગરીમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. લેટેસ્ટ નિર્ણય બાદ હવે સેક્સવર્કરને વીક-ઑફ મળશે તથા તે ગ્રાહકને ના પણ પાડી શકશે.

offbeat news belgium international news