બ્રિજ પર ટ્રાફિકની વચ્ચે વાળ કાપ્યા આ બાર્બરે

23 July, 2022 08:55 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

લૉસ ઍન્જલસમાં લગભગ બે એક અઠવાડિયા પહેલાં ખૂલેલા નવા છઠ્ઠા બ્રિજનો ઉપયોગ એના મૂળ હેતુને મેળ ન ખાય એ અલગ જ રીતે કરવામાં આવી રહ્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

પર્યાવરણ તથા જાહેર માળખાકીય સવલતો પર બધાનો સમાનાધિકાર છે એ સાચું, પણ એનો ઉપયોગ કરવાની પણ એક રીત હોય છે. જોકે લૉસ ઍન્જલસનો આ બાર્બર એનો દુરુપયોગ કરી રહ્યો છે.

લૉસ ઍન્જલસમાં લગભગ બે એક અઠવાડિયા પહેલાં ખૂલેલા નવા છઠ્ઠા બ્રિજનો ઉપયોગ એના મૂળ હેતુને મેળ ન ખાય એ અલગ જ રીતે કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક ફુટેજમાં એક બાર્બર પુલની વચ્ચે વાળ કાપતો જોવા મળી રહ્યો છે.

બે તરફ ચાલી રહેલી ટ્રાફિકની વણજાર વચ્ચે આ બાર્બર વાળ કાપી રહ્યો છે. તેની નજીક આવતાં જ વાહનો ધીમાં પડી જાય છે.

રસ્તાની વચ્ચે વાળ કાપવાનો હેતુ અને સ્ટાઇલિશની ઓળખ હજી સુધી જાણી શકાઈ નથી, પરંતુ એક માન્યતા એવી છે કે આ પ્રચારની કોઈ યુક્તિ હોઈ શકે છે. બાર્બરની આ પ્રવૃત્તિને લીધે છેલ્લાં બે અઠવાડિયાંમાં લૉસ ઍન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટે ઘણી વખત દરમ્યાનગીરી કરીને ગેરકાયદે સ્ટ્રીટ ટેકઓવરને કારણે બ્રિજ બંધ કરવો પડ્યો છે.

offbeat news international news