24 October, 2024 02:46 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટેક સિટી તરીકે જાણીતા બૅન્ગલોરના રસ્તાઓ પર ખાડાની સમસ્યા વર્ષોથી છે. આ સમસ્યા સામે ઘણી વાર તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. આ સ્થિતિમાં શહેરના ટેક ઑન્ટ્રપ્રનર શિવરામકૃષ્ણન નારાયણનને એક ઍપ્લિકેશન બનાવવાનો વિચાર સૂઝ્યો છે. તેમણે સોશ્યલ મીડિયામાં લખ્યું છે કે એક ઍપ બનાવવાની યોજના છે, એમાં આપણે બૅન્ગલોરના ખાડાને રેટિંગ આપી શકીશું અને એની સમીક્ષા પણ કરી શકીશું. મેં હમણાં જ એક 7-સ્ટાર ખાડો જોયો અને મને બહુ દુ:ખ થયું કે એને મળવી જોઈએ એવી માન્યતા નથી મળી.’
નારાયણનની પોસ્ટ વાંચીને ખાડાથી ત્રાસેલા બૅન્ગલોરના લોકો પણ તેમની સાથે જોડાઈ ગયા હતા.