05 November, 2024 02:45 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
રનિંગ માટેનો રસ્તો એવી રીતે પસંદ કર્યો જેથી GPS પર દીવડો બને
બૅન્ગલોરમાં તિલક રેડ્ડી નામના એન્જિનિયરે યુનિક રીતે દિવાળી મનાવવા માટે એક્સ્ટ્રા એફર્ટ્સ લેવાનું નક્કી કરેલું. ફિટનેસપ્રેમી આ ભાઈએ દિવાળીના દિવસે પાંચ કિલોમીટર રનિંગ કર્યું હતું. એટલું જ નહીં, રનિંગ માટેનો રસ્તો પણ એવી રીતે પસંદ કર્યો જેથી GPS પર દીવડો બને. ઇન્દિરાનગરથી કોડીહિલ સુધી ક્લોઝ લૂપમાં દોડ્યા પછી સ્ટેટસ શૅર કર્યું. જોકે મૅપ પર જે આકાર બન્યો હતો એને કારણે લોકોને એ દીવડો નહીં પણ ટૉઇલેટની સીટ જેવું વધુ દેખાતું હતું. જસ્ટ ૩૪ મિનિટમાં પાંચ કિલોમીટર દોડીને મૅપ પર જે ડિજિટલ ફૂટપ્રિન્ટ તૈયાર થઈ હતી એ તિલકે બહુ ઉત્સાહથી સોશ્યલ મીડિયા સાઇટ્સ પર શૅર કરેલી, પણ એના શેપને કારણે લોકોએ તેની જબરી ખિલ્લી ઉડાડી હતી.