પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય યજમાન મોદીજી નહીં હોય

17 January, 2024 10:57 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

૨૧ જાન્યુઆરી સુધી ૬ દિવસ ચાલનારી પૂજામાં ડૉ. મિશ્રા દંપતી મુખ્ય ભૂમિકા ભજવશે.

રામલલ્લાના અસ્થાયી મંદિરની સરસ સજાવટ કરવામાં આવી છે.

પ્રાણપ્રતિષ્ઠા માટે શુભ સમય નક્કી કરનાર પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને પ્રાણપ્રતિષ્ઠા કરનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના કહેવા મુજબ મોદીજી મુખ્ય યજમાન નહીં હોય, પણ શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમનાં પત્ની મુખ્ય યજમાન હશે

અત્યાર સુધી એવા અહેવાલ હતા કે રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા માટે શુભ સમય નક્કી કરનાર પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને પ્રાણપ્રતિષ્ઠા કરનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત તથા શ્રીમથ ટ્રસ્ટના સ્વામી રામવિનયદાસના કહેવા મુજબ શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમનાં પત્ની મુખ્ય યજમાન હશે. બન્ને સંકલ્પ, પ્રાયશ્ચિત્ત અને ગણેશજીની પૂજા કરીને ૭ દિવસની વિધિનું આયોજન કરશે. ગઈ કાલે પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ વિધિમાં મિશ્રા દંપતીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૨૧ જાન્યુઆરી સુધી ૬ દિવસ ચાલનારી પૂજામાં ડૉ. મિશ્રા દંપતી મુખ્ય ભૂમિકા ભજવશે. તેઓ વડા પ્રધાન  મોદીના પ્રતિનિધિ તરીકે ૬૦ કલાક શાસ્ત્રીય મંત્રોચ્ચાર સાંભળશે, જ્યારે નરેન્દ્ર મોદી સાતમા દિવસે હાજરી આપશે. એ દિવસે તેઓ ભોગ અર્પણ કરશે અને આરતી પણ કરશે. 

એવું જાણવા મળી રહ્યું છે કે પ્રાણપ્રતિષ્ઠા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, યુપીનનાં રાજ્યપાલ આનંદીબબહેન પટેલ, મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ, સંઘના વડા મોહન ભાગવત અને મિશ્રા દંપતી મુખ્ય આયોજનના સમયે ૨૨ જાન્યુઆરીએ ઉપસ્થિત રહેશે. ​​​​​​વડા પ્રધાન મોદી ગર્ભગૃહમાં પોતાના હાથથી કુશા અને શ્લાકા ખેંચશે. 
રામલલ્લાની પ્રતિમા ૧૮ જાન્યુઆરીએ ગર્ભગૃહમાં નિશ્ચિત આસન પર સ્થાપિત કરી દેવામાં આવશે. ૭૦ વર્ષથી પૂજાતી આવી વર્તમાન પ્રતિમાને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે. બાવીસમી જાન્યુઆરીએ ૧૨.૨૦ વાગ્યે પ્રાણપ્રતિષ્ઠાનું મુખ્ય અનુષ્ઠાન શરૂ થશે અને એ પૂજા લગભગ ૪૦ મિનિટ ચાલશે. 

offbeat videos offbeat news social media narendra modi ayodhya ram mandir