કામના કલાકો સિવાય ફોન કરવો નહીં, ઉપાડવામાં જ નહીં આવે

25 August, 2024 12:42 PM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયામાં સોમવારથી આ કાયદાનો અમલ થશે, પરંતુ ફ્રાન્સ અને જર્મની સહિત યુરોપના કેટલાય દેશોમાં આવા કાયદાનો અમલ થઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ઑસ્ટ્રેલિયાના કર્મચારીઓ સોમવારથી આવું સ્ટેટસ ફોનમાં મૂકી શકશે. ત્યાંની સરકાર ‘રાઇટ ટુ ડિસકનેક્ટ’ (સંપર્કમાં ન રહેવાનો અધિકાર)નો કાયદો લાવી રહી છે. સોમવારથી એટલે કે ૨૬ ઑગસ્ટથી આ કાયદો લાગુ પડશે. કાયદા પ્રમાણે કામના કલાકો સિવાય બૉસ ફોન કરશે તો કર્મચારીઓ કૉલ કટ કરી શકશે. આ કાયદો ફેબ્રુઆરીમાં પસાર થયો હતો ત્યારે માલિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હવે સોમવારથી એ અમલમાં મુકાશે. કાયદા પ્રમાણે કોઈ બૉસ શિફ્ટ પછી પણ ફોન કરશે તો કર્મચારી ફરિયાદ કરી શકશે. 
ઑસ્ટ્રેલિયામાં સોમવારથી આ કાયદાનો અમલ થશે, પરંતુ ફ્રાન્સ અને જર્મની સહિત યુરોપના કેટલાય દેશોમાં આવા કાયદાનો અમલ થઈ રહ્યો છે. ત્યાં તો કર્મચારીઓ ઑફિસથી છૂટ્યા પછી મોબાઇલ પણ બંધ રાખી શકે છે. કર્મચારીઓને સતત કામના દબાણમાંથી મુક્ત કરવા માટે આ કાયદો લવાયો છે. 

offbeat news australia international news canberra sydney