21 May, 2023 08:27 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પર્ફેક્ટ સ્ત્રી અને પુરુષની ઇમેજ
સોશ્યલ મીડિયા પર સુંદર લોકોની ઇમેજિસ પરથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)એ પર્ફેક્ટ સ્ત્રી અને પુરુષની ઇમેજ તૈયાર કરી છે.
બુલિમિયા પ્રોજેક્ટ નામના એક ઇટિંગ ડિસઑર્ડર અવેરનેસ ગ્રુપે એઆઇને પર્ફેક્ટ સ્ત્રી અને પુરુષની ઇમેજ તૈયાર કરવા જણાવતાં એને આ તસવીર મળી હતી.
આ તસવીર પરથી સંગઠનના સંશોધકોએ જાણ્યું કે સૌથી સુંદર મહિલા સોનેરી વાળ, ઑલિવ ત્વચા, ભૂરી આંખો અને પાતળું આકર્ષક ફિગર ધરાવતી હોવી જોઈએ, જ્યારે પર્ફેક્ટ પુરુષ સહેજ શ્યામ, આંખોમાં ફાયર, ઘાટીલા ચીકબોન્સ અને ભરાવદાર બાવડાં ધરાવતો હોવો જોઈએ. એઆઇ પર મળેલાં મોટા ભાગનાં પરિણામો સુંદરતાની પ્રાચીન માન્યતાને જ દર્શાવતાં હતાં. એઆઇ દ્વારા દર્શાવાયેલી પર્ફેક્ટ પુરુષોની ૪૦ ટકા અને પર્ફેક્ટ સ્ત્રીઓની લગભગ ૩૦ ટકા ઇમેજ ઉપર દર્શાવાયા મુજબની હતી.
એઆઇએ સોશ્યલ મીડિયા પર દર્શાવેલાં જૂનાં પિક્ચર્સ પર તેમ જ એના આધારે તૈયાર કરાયેલી નવી ઇમેજિસ મુજબ પોતે ઇમેજિસ તૈયાર કરી હતી.
પોતે રજૂ કરેલી ઇમેજિસ વિશેનાં પરિણામોથી સ્પષ્ટ રીતે માહિતગાર ન હોવાને કારણે એઆઇએ સોશ્યલ મીડિયા પર ફોટોને મળેલી લાઇક્સ, કમેન્ટ્સ અને ઇન્ટરનેટ સર્ચના આધારે પર્ફેક્ટ સ્ત્રી-પુરુષની ઇમેજ રજૂ કરી હતી.