14 October, 2024 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવરાત્રિને હવે માત્ર ૩૫૬ દિવસ જ બાકી છે એ વાતે ઉદાસી જુઓ કેવી આનંદમાં પલટાઈ જાય છે.
નવરાત્રિ પૂરી થઈ ગઈ છે એટલે ખેલૈયાઓને સૂનું-સૂનું લાગતું હશે એ સમજી શકાય એવું છે, પણ નવરાત્રિ પૂરી થઈ ગઈ છે એમ વિચારવાને બદલે એમ વિચારીએ કે આવતા વર્ષની નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો? આ જ આઇડિયા સાથે બે યંગ ગરબા પ્લેયર્સ અરમાન ભાનુશાલી અને પૃથા બારોટે મળીને એક વિડિયો બનાવ્યો છે જે જોઈને ખેલૈયાઓ ઉદાસી ખંખેરીને પાછા મૂડમાં આવી જશે. આ વિડિયોમાં બન્ને વચ્ચેના સંવાદો કંઈક આવા છે...
નવરાત્રિના ખાલીખમ ગ્રાઉન્ડમાં પૃથાને ઉદાસ બેઠેલી જોઈને અરમાન તેની પાસે આવે છે અને પૂછે છે, શું થઈ ગયું?
પૃથા કહે છે, ભઈ નવરાત્રિ તો પતી ગઈ.
આ સાંભળીને અરમાન કહે છે, નવરાત્રિ ક્યાં પતી છે? નવરાત્રિને હવે ખાલી 356 days બાકી છે.
આ સાંભળીને પૃથાની આંખોમાં ચમક આવી જાય છે, તે ‘હા યાર’ કહીને ઊભી થાય છે, અરમાન કહે છે ‘ચલ’ અને બન્ને ‘હે ખોડિયાર મા...’ ગરબા પર ઝૂમવા લાગે છે.
ગઈ કાલે અરમાન અને પૃથા બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો પોસ્ટ કરીને લખ્યું છે : આવતા વર્ષે ૨૨-૦૯-૨૦૨૫, મળીએ...