12 July, 2024 02:11 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍપલે દુનિયાભરના ૯૮ દેશોને વૉર્નિંગ આપી છે અને એમાં ભારતનો પણ સમાવેશ છે. હાલમાં આઇફોનની ઑપરેટિંગ સિસ્ટમ અને સફારીમાં સ્પાયવેર અટૅક કરવામાં આવી રહ્યો છે. આ અટૅકને ખૂબ રિસ્કી ગણવામાં આવી રહ્યો છે. આ વાઇરસ ખૂબ ઍડ્વાન્સ છે અને એવો વાઇરસ રૅર કેસમાં બનાવવામાં આવે છે. આ અટૅક દ્વારા યુઝર્સના આઇફોનને રિમોટ ઍક્સેસ મળી શકે છે એથી એનો જે રીતે ઉપયોગ કરવો હોય એ રીતે રિમોટલી ઉપયોગ કરી શકાય છે. આ અટૅક હાલમાં મોટા ભાગે હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓના આઇફોન પર કરવામાં આવી રહ્યો છે. જોકે એ દરેક આઇફોનને અસર કરી શકે છે. એ માટે ઍપલે એક ઍડ્વાઇઝરી બહાર પાડી છે. કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરવા અથવા તો અટેચમેન્ટ્સમાં કંઈ આવ્યું હોય તો એને ત્યારે જ ઍક્સેસ કરવું જ્યારે એ વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી આવ્યું હોય. મોબાઇલની ઑપરેટિંગ સિસ્ટમને હંમેશાં અપ-ટુ-ડેટ રાખવી. સર્ફિંગ કરતી વખતે આવતી પૉપ-અપ ઍડ્વર્ટાઇઝમેન્ટ અથવા તો લિન્ક પર ક્લિક ન કરવું. પબ્લિક વાઇફાઇનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો. આ બાબતનું ધ્યાન રાખવામાં આવે તો આ પ્રકારના અટૅકથી બચવાના ચાન્સ વધી શકે છે.