18 May, 2024 12:56 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
અનમોલ રાય
કાઠમાંડુમાં યોજાયેલી ખાસ ટ્રાન્સજેન્ડર્સ માટેની સૌંદર્ય સ્પર્ધા ‘મિસ પિન્ક પેજન્ટ’માં અનમોલ રાય ટાઇટલ જીતી હતી. આ સ્પર્ધામાં કુલ ૧૮ ટ્રાન્સજેન્ડર્સે ભાગ લીધો હતો. ફર્સ્ટ રાઉન્ડના અંતે ૧૦ ફાઇનલિસ્ટ પસંદ કરવામાં આવી હતી અને ચાર રાઉન્ડના અંતે સવાલ-જવાબના રાઉન્ડમાં અનમોલ રાયને પૂછવામાં આવ્યું હતું, ‘તમને એવું લાગે છે કે LGBTQ કમ્યુનિટી માટે બેસ્ટ ઍમ્બૅસૅડર છો? કેમ?’ એના જવાબમાં અનમોલે કહ્યું હતું કે ‘બાળપણમાં મેં બહુ સ્ટ્રગલ કરી હતી, પણ મારા સમજુ પરિવારને કારણે મને સારી તક મળી. મને સંઘર્ષનો અનુભવ છે અને તક મળે તો શું થઈ શકે એ પણ હું જાણું છું એટલે અમારી કમ્યુનિટીના અવાજને અનેક લોકો સુધી પહોંચાડવા માટે હું કંઈ પણ કરી શકું એમ છું.’ હવે થાઇલૅન્ડમાં યોજાનારી મિસ ઇન્ટરનૅશનલ ક્વીન 2024માં અનમોલ નેપાલનું પ્રતિનિધિત્વ કરશે.