Anant Ambani Photo Viral: કોણ છે આ? જવાબ મળ્યો `તારો દેશ ખરીદી શકે છે એ...`

28 May, 2024 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Anant Ambani Photo Viral: ન્યૂ યોર્કની એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે અનંત અંબાણી કોણ છે એવું પૂછ્યું હતું!

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર

અત્યારે ફરી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ચર્ચામાં છે. આ બંને કપલ તેમના બીજા પ્રી-વેડિંગ ફંક્શનને લઈને હાલ ચર્ચાઇ રહ્યા છે. આમ પણ, અનંત અંબાણીને કોણ ન ઓળખે? પરંતુ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ વાયરલ (Anant Ambani Photo Viral) થઈ હતી જેમાં જાણે અનંત અંબાણીને ઓળખી ન શક્યાનું કહેવામાં આવ્યું હતું. 

કોને આ પોસ્ટ શેર કરી હતી? અને શું હતું આ પોસ્ટમાં?

તમને જણાવી દઈએ કે ન્યૂ યોર્કની એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે અનંત અંબાણીની એક તસવીર શેર કરી હતી આ વ્યક્તિએ એવું કહ્યું હતું કે તેને આ વ્યક્તિ કોણ છે ? એની ખબર જ નથી! લો, બોલો પોસ્ટ (Anant Ambani Photo Viral)માં અનંત અંબાણી પોતાના ડૉગ સાથે દેખાતો હતો. તે ન્યૂયોર્કની સડકો પોતાના ડૉગ સાથે હોય એમ દેખાય છે.

પણ, બેથની ઝેસુ નામના યુઝરે પોતાની પોસ્ટમાં એવું જણાવ્યું હતું કે અન્ય લોકો તેની સાથે તસવીરો ખેંચી રહ્યા છે તે જોતાં તેણે તેની સાથે પણ તસવીર ખેંચી હતી અને ત્યારબાદ પૂછ્યું હતું કે, "શું તમે જાણો છો કે તે કોણ છે?"

આ સવાલનો જવાબ આપવા તો નેટિઝન્સ તૂટી પડ્યા, જાણો કે શું કહ્યું સૌએ?

જોકે, બેથની ઝેસુની આ પોસ્ટને જબરદસ્ત વ્યુઝ મળ્યા હતા. આ સાથે જ નેટીઝન્સ તરફથી પણ આ પોસ્ટ (Anant Ambani Photo Viral)ને ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે. વળી, લોકોએ અનંત અંબાણીની અબજોની મિલકતને વિશે રમૂજી કમેન્ટ્સનો વરસાદ કર્યો હતો. એક યુઝરે લખ્યું હતું કે, "તમે હમણાં જ 59 બિલિયન યુએસડીને સ્પર્શ કર્યો છે” વળી બીજો કહે છે કે તે રિયલ લાઈફ રિચી રીચ છે! છે તો અન્ય એક યુઝર એમ કહે છે કે માત્ર આની ઘડિયાળની કિંમત જ સમગ્ર પાકિસ્તાન જીડીપી કરતાં વધારે છે!

આ સાથે જ કોઈ એમ લખે છે કે તે એ માણસ છે જે તમે જ્યાં રહો છો તે આખા શહેરને તેમના માણસોના કપડાં સાથે પણ ખરીદી શકે છે! તો કોઇકે એમ પણ લખીને કમેન્ટ કરી કે ભાઈ એના ડોગ બેલ્ટની કિંમત પણ તમારા કપડાં કરતાં વધારે હશે!

ચાર દિવસનો જાજરમાન જલસો!

Anant Ambani Photo Viral: તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું સમગ્ર આયોજન ક્રુઝ પર થવાનું છે. અને તે ક્રૂઝ ઇટાલી અને ફ્રાન્સ વચ્ચે 4,000 કિલોમીટરથી મુસાફરી કરવાનું છે. 

ગેસ્ટ લિસ્ટમાં છે અધધ લોકો

આ ઇવેન્ટ્સ માટે જે ગેસ્ટ લિસ્ટ છે તેમાં 800 લોકો સામેલ હોવાની માહિતી સામે આવી છે. મોટેભાગે સહુ બોલિવૂડ સ્ટાર્સ, બિઝનેસ ટાયકૂન્સ અને ઇન્ટરનેશનલ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્રુઝમાં 600 કર્મચારીઓ આ સહુ મહેમાનોને સેવા આપશે તેવા પણ અહેવાલ છે.

offbeat news social media instagram Anant Ambani new york city