28 May, 2024 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ
ભારતના સૌથી અમીર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના જામનગરમાં યોજાયેલા ભવ્યાતિભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનના પડઘા માંડ શમ્યા છે ત્યાં આજથી ફરી બીજા પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી ખૂબ જ સીક્રેટ રીતે આખા ફંક્શનનું આયોજન થયું હતું, પરંતુ ગઈ કાલે કેટલીક બૉલીવુડ સેલિબ્રિટીઝ પ્રાઇવેટ પ્લેનથી ઇટલી જવા રવાના થઈ હતી.
પહેલું પ્રી-વેડિંગ ફંક્શન વતનમાં ટ્રેડિશનલ ઉજવણીરૂપે થયેલું અને હવે બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન લક્ઝરી ક્રૂઝ પર થવાનું છે. આ ક્રૂઝ ૪૩૮૦ કિલોમીટરની જર્ની કરશે અને ઇટલીથી ફ્રાન્સના સાઉથ કિનારા સુધી જઈને પાછી ઇટલી આવશે. લગભગ ૮૦૦ મહેમાનોને આ લક્ઝરી ક્રૂઝ-લાઇનર પર ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. આવતી કાલે સ્ટારી નાઇટ થીમના ઈવનિંગ ગાલાથી વેલકમ લન્ચ થવાનું છે જે સેલિબ્રેશનની શરૂઆત હશે. ગુરુવારે ૩૦ મેએ ક્રૂઝ પર જ ‘ટોગા પાર્ટી’ થશે. ૩૧ મેએ મહેમાનો એક દિવસ માટે રોમમાં ઊતરશે અને રોમમાં સાઇટસીઇંગ કરશે. કાનમાં રાતે યાદગાર પાર્ટી યોજાશે. પહેલી જૂને ઇટલીના પોર્ટોફિનો પહોંચીને ‘ઇટાલિયન સમર’ થીમ સાથે સેલિબ્રેશન પૂરું થશે. ક્રૂઝ પરના મેનુમાં પારસી, થાઈ, મેક્સિકન અને જૅપનીઝ મેનુની વરાઇટીઝ સર્વ કરવામાં આવશે.