આ છે ભારતનું પર્સનલ ‘ચૅટજીપીટી’

08 February, 2023 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ચૅટબોટ હવે એટલું પૉપ્યુલર બની ગયું છે કે હવે ઇન્ડિયાનું પોતાનું ચૅટજીપીટી છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ રીસન્ટ્લી ટ્વિટર પર ભારતના પર્સનલ ચૅટજીપીટીનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો.

અત્યારે દુનિયાભરમાં ચૅટજીપીટીની ચર્ચા થઈ રહી છે. અનેક લોકો આ નવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે અને એનાં રિઝલ્ટને સોશ્યલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. વેલ, આ ચૅટબોટ હવે એટલું પૉપ્યુલર બની ગયું છે કે હવે ઇન્ડિયાનું પોતાનું ચૅટજીપીટી છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ રીસન્ટ્લી ટ્વિટર પર ભારતના પર્સનલ ચૅટજીપીટીનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો.

એ વાસ્તવમાં ‘ચૅટ જીપીટી’ નામના પાણીપૂરીના સ્ટૉલનો ફોટોગ્રાફ છે. એનાથી ઇમ્પ્રેસ થયેલા આ ઉદ્યોગપતિએ એ ઇમેજની સાથે કૅપ્શન લખી હતી કે ‘આ ફોટોગ્રાફ ફોટોશૉપ કરેલો હોય એમ જણાય છે, પરંતુ એ હોશિયારી છે. જોકે આપણે જાણીએ છીએ કે દરેક બાબતનું કેવી રીતે ભારતીયકરણ કરવું અને સુસ્પષ્ટ કરવી.’

આ પણ વાંચો: આનંદ મહિન્દ્રના મતે ઊડી શકાય એવા સૂટ રેસ્ક્યુ ઑપરેશનમાં થશે મદદરૂપ

સ્વાભાવિક રીતે આ પોસ્ટે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નેટિઝન્સ શબ્દોની રમતથી ઇમ્પ્રેસ થયા છે અને એ પોસ્ટ પર અનેક કમેન્ટ્સ આવી છે. 

એક વ્યક્તિએ આ પૉસ્ટ પર કૉમેન્ટ કરી હતી કે, ‘આપણા ભારતીયોમાં દરેક બાબતને નેક્સ્ટ લેવલ પર લઈ જવાની આવડત છે. હવે પછી કઈ બાબત નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં આવશે એ જોવા અને એ માણવા માટે હું આતુર છું.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘પાણીપૂરી સર્વ કરવામાં એઆઇ મદદરૂપ થઈ શકે છે.’

offbeat news technology news tech news anand mahindra mumbai national news