નૉર્વેમાં માણસ કરતાં ઊંચો આઇસક્રીમ-કોન તૈયાર થયો એક દાયકાથી વિશ્વ રેકૉર્ડ ધરાવે છે

22 May, 2024 10:02 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આકાશમાં ઊડતા આઇસક્રીમ-કોનને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. 

વિશ્વના સૌથી લાંબા આઇસક્રીમ-કોન

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સોશ્યલ મીડિયા પેજ પર વિશ્વના સૌથી લાંબા આઇસક્રીમ-કોનનો વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ રેકૉર્ડ નૉર્વેએ ૨૦૧૫માં બનાવ્યો હતો અને હજી સુધી કોઈ એ રેકૉર્ડની બરાબરી કરી શક્યું નથી. આ જૂનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. નૉર્વેમાં હેનિગ-ઓલસેન નામની કંપનીએ બનાવેલા આઇસક્રીમ-કોનની લંબાઈ ૧૦ ફુટ ૧.૨૬ ઇંચ અને એનું વજન લગભગ એક ટન જેટલું હતું. આ આઇસક્રીમ-કોન તૈયાર થવાની પ્રોસેસ પણ રસપ્રદ હતી. કંપનીએ આટલો મોટો કોન બનાવવા માટે સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કર્યો હતો અને એમાં ૧૦૮૦ લીટર જેટલો આઇસક્રીમ નાખવામાં આવ્યો હતો. આ કોન એટલો મોટો હતો કે એને હેલિકૉપ્ટરથી ઍરલિફ્ટ કરવો પડ્યો હતો. આકાશમાં ઊડતા આઇસક્રીમ-કોનને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. 

offbeat news guinness book of world records norway