૪ કરોડ રૂપિયાનું સિંગલ-સીટર ઍરક્રાફ્ટ જમીન અને પાણી બન્ને પર લૅન્ડ કરી શકે છે

19 May, 2024 03:00 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

છ મોટર્સ સાથે આવતું આ ઍરક્રાફ્ટ જમીન અને પાણી બન્ને પર લૅન્ડ કરી શકે છે.

‘હેક્ઝા’ નામનું સિંગલ-સીટર ઍરક્રાફ્ટ

લિફ્ટ ઍરક્રાફ્ટ નામની અમેરિકાની કંપનીએ ‘હેક્ઝા’ નામનું સિંગલ-સીટર ઍરક્રાફ્ટ બનાવ્યું છે. આ એક પર્સનલ ઍરક્રાફ્ટ છે જેનું ગઈ કાલે જપાનના ટોક્યો ખાતે ‘ફર્સ્ટ ફ્લાઇટ ઑફ ફ્લાઇંગ કાર્સ ઇન ટોક્યો’ પ્રોગ્રામમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાઇ-ફાઇ મૂવીના કોઈ મશીન જેવા લાગતા આ ઍરક્રાફ્ટના આકારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. છ મોટર્સ સાથે આવતું આ ઍરક્રાફ્ટ જમીન અને પાણી બન્ને પર લૅન્ડ કરી શકે છે. લિફ્ટ ઍરક્રાફ્ટની વેબસાઇટ મુજબ આ ઍરક્રાફ્ટની કિંમત ૪,૯૫,૦૦૦ ડૉલર એટલે કે ૪ કરોડ ૧૨ લાખ રૂપિયા છે.

offbeat news tech news technology news united states of america