૧૧ વર્ષના ટાબરિયાએ એક રૉકેટ બિલ્ડ કરવા માટે ૬૦૦ લાઇનનો લાંબોલચક કોડ તૈયાર કર્યો

28 July, 2024 11:17 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

તેણે પોતાનું રૉકેટ તૈયાર કરવા માટે ખાસ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. એ રૉકેટ માટે તેણે જાતે જ ૬૦૦ લીટીવાળો લાંબો કોડ ક્રીએટ કર્યો છે.

યાન હોન્ગ્સેન

દસ વર્ષની ઉંમરે ચીનના યાન હોન્ગ્સેન નામના એક કિશોરે પ્લૅનેટોરિયમના એક વિડિયોમાંથી એક હકીકતદોષ શોધી કાઢ્યો હતો એ જ કિશોર હવે પોતાનું રૉકેટ તૈયાર કરવાની દિશામાં આગળ વધી ગયો છે. આ ટાબરિયાના સોશ્યલ મીડિયા પર ૪ લાખ ફૉલોઅર્સ છે. હમણાં તે સૉલિડ-ફ્યુઅલવાળું રૉકેટ બનાવવાની તૈયારીમાં લાગ્યો છે અને એનું ડૉક્યુમેન્ટેશન પણ કરે છે. યાન હોન્ગ્સેનને હવે રૉકેટબૉયનું બિરુદ મળ્યું છે, કેમ કે તે પોતાની જાતે જ પ્રોગ્રામિંગ શીખી ગયો છે. તે ફિઝિક્સ અને કૅમિસ્ટ્રીના જાતે જ પ્રયોગ કરે છે. તેણે પોતાનું રૉકેટ તૈયાર કરવા માટે ખાસ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. એ રૉકેટ માટે તેણે જાતે જ ૬૦૦ લીટીવાળો લાંબો કોડ ક્રીએટ કર્યો છે. યાનની ઇચ્છા છે કે તે ક્યારેક ચીન માટે સાચું રૉકેટ તૈયાર કરશે.

offbeat news china international news world news