અમેરિકને બનાવ્યો સૌથી વધુ કેસ દાખલ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ

26 November, 2023 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવાદોનું બીજું નામ થઈ પડેલા અમેરિકાના જોનાથન રિચીઝે ગિનેસ બુક સામે લીગલ ઍક્શન લઈને વધુ એક વિવાદ ઊભો કર્યો છે.

અમેરિકને બનાવ્યો સૌથી વધુ કેસ દાખલ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ

વિવાદોનું બીજું નામ થઈ પડેલા અમેરિકાના જોનાથન રિચીઝે ગિનેસ બુક સામે લીગલ ઍક્શન લઈને વધુ એક વિવાદ ઊભો કર્યો છે. તેણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા આપવામાં આવેલા બિરુદ ‘દુનિયામાં સૌથી વધુ કેસ દાખલ કરનાર વ્યક્તિ’ સામે નારાજગી વ્યક્ત કરી છે. આપવામાં આવેલી માહિતી ખોટી હોવાનો દાવો કરીને જોનાથન રિચીઝે કેસ દાખલ કર્યો છે. જોનાથન રિચીઝે લોકો અને સંસ્થાઓ સામે ૫૦૦૦ કેસ કર્યા છે; જેમાં તેની માતા, મિત્રો, જજ અને કેટલીક જાણીતી વ્યક્તિઓનો સમાવેશ છે. માતા પર કરેલા કેસથી તે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે તેણે પોતાની માતા પર તેને સરખી રીતે મોટો નહીં કર્યાનો કેસ દાખલ કર્યો હતો. આશ્ચર્યની વાત છે કે તે આ કેસ જીતી ગયો અને કૉમ્પેન્સેશનમાં ૨૦,૦૦૦ ડૉલર (૧૬.૬૬ લાખ રૂપિયા) પણ મેળવ્યા હતા. ત્યાર બાદ પણ તેણે પોતાના કેસની કામગીરી ચાલુ જ રાખી અને વિવિધ કેસમાંથી આશરે ૮ મિલ્યન ડૉલર (૬૬.૬૫ કરોડ રૂપિયા)ની માતબર રકમ મેળવી હતી.

offbeat news gujarati mid-day national news