03 August, 2024 02:15 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
કંપની ઇન્ટેલ
અમેરિકાની ચિપ બનાવતી કંપની ઇન્ટેલે ૧૮,૦૦૦ જેટલા સ્ટાફને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. કંપની કૉસ્ટકટિંગ કરી રહી હોવાથી તેમણે આ નિર્ણય લીધો છે. આ કર્મચારીઓને છૂટા કરતાંની સાથે તેઓ ૨૦ બિલ્યન ડૉલરનું કૉસ્ટકટિંગ કરશે. એપ્રિલથી જુલાઈ દરમ્યાન ઇન્ટેલ કંપનીને ૧.૬ બિલ્યન ડૉલરનું નુકસાન થયું છે એથી તેઓ હવે વધુ નુકસાન ન સહન કરવું પડે એ માટે સખત પગલાં લઈ રહ્યા છે. ગયા વર્ષના અંતે ઇન્ટેલ કંપનીમાં ૧,૨૪,૮૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા અને એમાંથી હવે ૧૮,૦૦૦ જેટલા કર્મચારીની નોકરી પર જોખમ મંડરાઈ રહ્યું છે.