05 August, 2019 09:35 AM IST | અમેરિકા
9 વર્ષનો છોકરો ફૅશન-ક્વીન બનીને ઇન્સ્ટાગ્રામ
છોકરો અને ફૅશન-ક્વીન? ના. લખવામાં જરાય ભૂલ નથી થઈ. અમેરિકાના કૅલિફૉર્નિયાના લોસ ઍન્જલસમાં રહેતો નવ વર્ષનો વિન્સેન્ટ ગાર્સિયા નામનો છોકરો નાનપણથી જ છોકરીઓ જેવા કપડાં પહેરીને અને મેકઅપ ઠઠારીને ફરવાનો શોખીન છે.
જોકે હવે તો તેને આ રીતે તૈયાર થઈને ફરવામાં એટલી મજા આવી રહી છે કે તે અમેરિકાઝ નેક્સ્ટ ડ્રૅગ સુપરસ્ટારમાં બ્યુટી-ક્વીન બનવા માટે ભાગ લેવાનો છે. નવાઈની વાત એ છે કે તેના પેરન્ટ્સ પણ તેને પૂરો સપોર્ટ કરી રહ્યા છે. આ છોકરો બે વર્ષનો હતો ત્યારથી મમ્મીની મેકઅપ કિટ વાપરીને જાતે જ તૈયાર થતો આવ્યો છે અને હવે તો તે સેક્સી અદાઓમાં છોકરીઓની જેમ ચાલવું, બોલવું અને તૈયાર થવું જેવી ચીજોની તાલીમ પણ લઈ રહ્યો છે.
આ પણ વાંચો : જુઓ સ્ટ્રેસ ઘટાડવા માટે ગળે વળગીને મ્યુઝિક વગાડે એવો બૉયફ્રેન્ડ
ઇન્સ્ટાગ્રામ પર ફીમેલ ડ્રેસમાં તેની એટલી તસવીરો છે કે ન પૂછો વાત અને લોકો તેના આવા લુકને બહુ પસંદ કરી રહ્યા હોવાથી તે ફૅશન-ક્વીન બનવાની તૈયારી કરે છે.