જજે અપમાન કર્યું તો પોલીસ-અધિકારી આપઘાત કરવા નીકળ્યો

19 September, 2024 03:33 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

અલીગઢ, યુપીમાં, મેજિસ્ટ્રેટ દ્વારા કથિત દુર્વ્યવહાર પછી ઇન્સ્પેક્ટર સચિન કુમારે રેલ્વે ટ્રેક પર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, સાથીદારો દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા.

સચિનકુમાર

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં વિચિત્ર કારણથી પોલીસ-અધિકારી આપઘાત કરવા રેલવે-ટ્રૅક પર સૂઈ ગયો હતો. જોકે સાથી કર્મચારીઓને ખબર પડી એટલે સમજાવીને પાછા લઈ આવ્યા અને મામલો થાળે પડ્યો હતો. બન્નાદેવી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સચિનકુમારે બાઇકચોર ગૅન્ગના પાંચ સાગરીત પકડ્યા હતા અને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. ઇન્સ્પેક્ટરે એવો આક્ષેપ કર્યો છે કે તેમને સાંજના પાંચ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી બાઇકચોરો સાથે ઊભા રખાયા હતા. દર ૧૦ મિનિટે મૅજિસ્ટ્રેટ વિશ્રામગૃહમાં બોલાવતા અને અશ્લીલ ભાષા વાપરતા અને ખોટી રીતે પકડ્યાનો આરોપ પણ મૂક્યો હતો. આ વાતથી લાગી આવ્યું અને સચિનકુમાર આપઘાત કરવા રેલવે-ટ્રૅક પાસે પહોંચી ગયા હતા.

aligarh uttar pradesh offbeat news india india news national news