29 January, 2023 08:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અજય દેવગન જેવો દેખાયો વીડિયો ક્રિએટર
સોશિયલ મીડિયા પર વીડિયો કે રીલ્સ જોતા હોય ત્યારે કેટલીક વાર એવા ઈન્ફ્લુએન્સર નજરે ચઢે છે જેનો ચહેરો બૉલિવૂડ સ્ટાર્સ સાથે મળતો હોય છે. અગાઉ આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિત જેવી દેખાતી ઈન્ફ્લુએન્સર ખુબ જ ચર્ચામાં આવી ચૂકી છે. ત્યારે હવે ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ પર અજય દેવગનનો ડુપ્લિકેટ(Ajay Devgn Duplicate) વ્યક્તિ લાઈમ લાઈટમાં આવ્યો છે. કેટલાક પોતાને આ સુપરસ્ટાર્સના ચાહકો માનતા હોય છે અને તેમની નકલ કરવાનો પ્રયાસ કરતા હોય છે. અજય દેવગનનો આવો જ એક લુક આ દિવસોમાં વાયરલ થયો છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
અજય દેવગન (Ajay Devgn)નો લૂક વાયરલ થતા જોઈને લોકોએ તેને અસલી સમજી લીધો. વીડિયોમાં ડુપ્લિકેટ અજય દેવગન બિલકુલ અસલી અજય દેવગન જેવો દેખાય છે. આ ડુપ્લિકેટ અજય દેવગને પણ એ જ હેરસ્ટાઈલની નકલ કરી છે જે અભિનેતા 90ના દાયકામાં તેની ફિલ્મોમાં રાખતો હતો. હેર સ્ટાઈલ અને ચશ્માને કારણે આ ડુપ્લીકેટ અસલી અજય દેવગન લાગે છે. વીડિયોમાં તે અજય દેવગનના ગીત `તેરી નજર ઝુકે તો શામ ઢલે` પર લિપ સિંક કરતો દેખાય છે. તેની પાસે જે સ્ટાઈલ છે અને તે જે રીતે વર્તે છે તે જોઈને તમને પણ એવું થશે કે શું આ અસલી અજય દેવગન છે? એનો જુડવા છે કે શું છે?
ડુપ્લીકેટ અજય દેવગનનો આ જબરદસ્ત વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જે ઈન્સ્ટાગ્રામ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો કૈલાશ ચૌહાણ નામના અકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે એક લાખ 80 હજારથી વધુ યુઝર્સે વીડિયોને લાઈક પણ કર્યો છે. કોમેન્ટ બોક્સમાં જઈને ખબર પડે છે કે લોકો નકલી ને અસલી માની રહ્યા છે.