07 September, 2024 09:46 AM IST | Ukraine | Gujarati Mid-day Correspondent
બન્ને પગ ગુમાવનાર યુક્રેનિયન સૈનિક
યુક્રેનના કીવમાં હમણાં ફૅશન વીક શો ચાલી રહ્યો છે. યુદ્ધમાં બન્ને પગ ગુમાવનાર યુક્રેનિયન સૈનિકે પ્રોસ્થેટિક્સ પહેરીને યુક્રેનના બે ફૅશન ડિઝાઇનરોએ તૈયાર કરેલાં કૉસ્ચ્યુમ સાથે રૅમ્પવૉક કર્યું હતું.
એકથી વધુ બૅન્ક-ખાતાં હશે તો રિઝર્વ બૅન્ક દંડ કરશે?
‘હવેથી એકથી વધુ બૅન્ક-ખાતાં હશે તો રિઝર્વ બૅન્ક દંડ કરશે.’ આ સમાચાર સાચા નથી, અફવા છે. થોડા સમયથી સોશ્યલ મીડિયા પર આ અફવા વાઇરલ થઈ રહી છે કે ભારતીય રિઝર્વ બૅન્કે નવી માર્ગદર્શિકા તૈયાર કરી છે એ પ્રમાણે એક વ્યક્તિ બે બૅન્ક-ખાતાં ધરાવતી હશે તો દંડ વસૂલવામાં આવશે. આ મેસેજ ફરવા માંડતાં લોકોને ચિંતા થઈ હતી, કારણ કે મોટા ભાગના લોકોનાં બે કે એથી વધુ બૅન્ક-ખાતાં હોય છે.