અજબ ગજબ: આર્મીના ડૉગીઓને પણ યોગનો નાદ લાગ્યો

21 June, 2024 03:19 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરમાં યોગ દિવસની તૈયારીરૂપે કેટલાક સૈનિકોએ યોગાસન કર્યાં હતાં

આર્મીના ડૉગીઓને પણ યોગનો નાદ લાગ્યો

આર્મીના ડૉગીઓને પણ યોગનો નાદ લાગ્યો

આજે ઇન્ટરનૅશનલ યોગ ડે દુનિયાભરમાં મનાવાઈ રહ્યો છે ત્યારે ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરમાં આ દિવસની તૈયારીરૂપે કેટલાક સૈનિકોએ યોગાસન કર્યાં હતાં. જોકે આ સૈનિકો સાથે આર્મી સ્ક્વૉડના શ્વાનોની ટુકડી પણ સામેલ થઈ હતી. આ ડૉગીઓ પણ યોગના સેશન દરમ્યાન સૈનિકોની સાથે તાલીમ લઈ રહ્યા હતા.

પ્રેસિડન્ટ્સ એસ્ટેટમાં મિટ્ટી કૅફેનું લોકાર્પણ કરીને રાષ્ટ્રપતિ મુર્મુએ જન્મદિવસ મનાવ્યો

ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મદિવસ હતો અને એ અવસરે તેમણે સૌપ્રથમ ન્યુ દિલ્હીમાં આવેલા જગન્નાથ મંદિરમાં જઈને પૂજા કરી હતી અને એ પછી બપોરે પ્રેસિડન્ટ્સ એસ્ટેટમાં એક અનોખા હેતુ માટે ચાલી રહેલા ‘મિટ્ટી કૅફે’નું આઉટલેટ ખુલ્લું મૂક્યું હતું. મિટ્ટી કૅફે સ્પેશ્યલી એબલ્ડ યુવાનોને પગભર કરવાના હેતુથી ચાલતું કૅફે છે. એમાં ફિઝિકલી અને મેન્ટલી ચૅલેન્જ્ડ યુવાનોને આત્મનિર્ભર બનાવવાનું કામ થાય છે. દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે મિટ્ટી કૅફેના દિવ્યાંગ યુવાનો સાથે મળીને આ નવા આઉટલેટનું લોકાર્પણ કર્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ઉત્સવમાં નારીશક્તિનું જાંબાઝ પ્રદર્શન

ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ૩૫૧મી ઍનિવર્સરી હતી. એ નિમિત્તે નાગપુરમાં ઠેર-ઠેર શિવાજી મહારાજના જીવનચરિત્રની નાટિકાઓ પ્રસ્તુત થઈ હતી. એક જગ્યાએ બે જાંબાઝ કન્યાઓએ ઘોડા પર બેસીને તલવાર-યુદ્ધ કર્યું હતું.

ગરમી એટલી ભયંકર કે બેસનના લાડુનો પીગળીને શીરો થઈ ગયો

દિલ્હીમાં અત્યારે ગરમી ચરમ પર છે. ૪૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં છેલ્લા કેટલાય દિવસોથી શહેર ધખી રહ્યું છે ત્યારે સોશ્યલ મીડિયા પર કોઈકે એક ડિશની તસવીર શૅર કરી છે. શીરા જેવો લચકો થઈ ગયેલી આ વાનગી બેસનના લાડુ છે. એવું એની સાથે લખવું પડે એટલી તો ગરમી છે!

૨૫૦૦ બોન્સાઈનું મિની ફૉરેસ્ટ

જબલપુરના ૭૪ વર્ષના સોહનલાલ દ્વિવેદી બોન્સાઈ પ્લાન્ટના એટલા શોખીન છે કે તેમણે પોતાના ઘરની અગાસીમાં ૨૫૦૦ ટચૂકડા છોડનું એક મિની-ફૉરેસ્ટ તૈયાર કરી નાખ્યું છે.

હેં!?

જેમ્સ સ્ટીલ નામના બ્રિટિશ ખેડૂતે પહેરેલી રોલેક્સ ઘડિયાળ ગાયોની વચ્ચે હતો ત્યારે અચાનક તેના હાથમાંથી ગાયબ થઈ ગયેલી એટલે તેણે માની લીધેલું કે ગાય ચાવી ગઈ હશે. જોકે આ ઘડિયાળ ૫૦ વર્ષ બાદ તેના ખેતરમાંથી દટાયેલી મળી આવી હતી.

international yoga day yoga jammu and kashmir indian army droupadi murmu shivaji maharaj srinagar offbeat news viral videos heat wave national news