સુપરયૉટ જેવું શાનદાર જેટ

06 April, 2023 02:14 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પૅસેન્જર પ્લેનની ટૉપ સ્પીડ ૫૦૦ માઇલ પ્રતિ કલાક હોય છે

સુપરયૉટ જેવું શાનદાર જેટ

શું તમે સુપરયૉટ જેવા જેટની કલ્પના કરી છે કે જેમાં બેડરૂમ્સ અને પ્રાઇવેટ સ્વીટ્સ હોય? હાઇબ્રિડ ઍરશિપ ઍરલૅન્ડરમાં આવી જ સુવિધાઓ છે, જે વિમાનોથી અલગ છે. એને ટેક-ઑફ માટે રનવેની જરૂર નથી. એ હેલિકૉપ્ટરની જેમ કોઈ પણ ફ્લૅટ મેદાન પરથી ટેક-ઑફ કરી શકે છે. એની ઊંચાઈ છ ડબલ ડેકર બસ જેટલી અને લંબાઈ એક ફુટબૉલ પિચ જેટલી છે.

આ જેટની અંદર કૉકપિટ અને વિશાળ પ્રોપેલર છે, પરંતુ બાકીની જગ્યાઓમાં પૅસેન્જર એન્જૉય કરી શકે છે. ટ્રાન્સપોર્ટ ડિઝાઇન કન્સલ્ટન્સી ડિઝાઇન ક્યુ સાથે મળીને ઍરલૅન્ડર ૧૦ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એમાં વિશાળ લિવિંગ એરિયા, સીટિંગ એરિયા અને એક બાર છે એટલું જ નહીં; ફ્લોર પર ગ્લાસ પૅનલ પણ છે.

આ પણ વાંચો: જપાનની રેસ્ટોરાંએ જમતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો

ગેસ્ટ્સ આઠ બેડરૂમમાં રહેવાનો અનુભવ કદી નહીં ભૂલી શકે. ફુલ કનેક્ટિવિટી, ઇનફ્લાઇટ વાઇફાઇ, ડાઇનિંગ અને એન્ટરટેઇનમેન્ટ એક્સ્પીરિયન્સ પણ ખાસ રહેશે. ઍરલૅન્ડરને તૈયાર કરાવનારી એવિએશન કંપની હાઇબ્રિડ ઍર વેહિકલ્સના સીઈઓ ટૉમ ગ્રુન્ડીએ જણાવ્યું હતું કે એ પ્લેન કરતાં ક્રૂઝ શિપમાં મુસાફરી કરવા જેવું હશે.

એની સ્પીડ વધારે નથી. પૅસેન્જર પ્લેનની ટૉપ સ્પીડ ૫૦૦ માઇલ પ્રતિ કલાક હોય છે, જ્યારે ઍરલૅન્ડરની ટૉપ સ્પીડ ૧૦૦ માઇલ પ્રતિ કલાક છે.

offbeat news automobiles international news washington