01 November, 2024 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા દિવસથી ફ્લાઇટને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળવાની ઘટનાઓ વચ્ચે તાતા જૂથની ઍર ઇન્ડિયાએ વિમાનની ઘટને કારણે નવેમ્બર અને ડિસેમ્બરમાં ભારત-અમેરિકા વચ્ચેની ૬૦ જેટલી ફ્લાઇટ રદ કરી છે. બે મહિના માટે સૅન ફ્રાન્સિસ્કો અને શિકાગોની ઍર ઇન્ડિયાની ફ્લાઇટ નહીં ઊડે. કંપનીએ કહ્યું કે વિમાનોના રખરખાવ અને ઘટને કારણે આ નિર્ણય લીધો છે. ૧૫ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર વચ્ચે સૅન ફ્રાન્સિસ્કો, વૉશિંગ્ટન, શિકાગો, નેવાર્ક અને ન્યુ યૉર્કની ૬૦ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. દિલ્હી-શિકાગોની ૧૪, દિલ્હી-વૉશિંગ્ટનની ૨૮, મુંબઈ-ન્યુ યૉર્ક વચ્ચેની ૪ અને દિલ્હી-નેવાર્ક વચ્ચેની બે ફ્લાઇટ રદ કરી છે. આ નિર્ણયની મુસાફરોને જાણ કરી દેવામાં આવી છે.