જાનૈયા લગ્નમાં મહાલતા હતા અને વરરાજા લૅપટૉપ પર કામ કરતા હતા

09 October, 2024 05:39 PM IST  |  New york | Gujarati Mid-day Correspondent

અત્યારે વર્ક-લાઇફ બૅલૅન્સ કરવાની ચર્ચાઓ એરણે ચડી છે ત્યારે ન્યુ યૉર્કના એક AI સ્ટાર્ટઅપ થૉટલીના કો-ફાઉન્ડર કેસી મૈક્રેલ પોતાનાં જ લગ્નમાં કામ કરતા જોવા મળ્યા હતા.

કેસી મૈક્રેલ

અત્યારે વર્ક-લાઇફ બૅલૅન્સ કરવાની ચર્ચાઓ એરણે ચડી છે ત્યારે ન્યુ યૉર્કના એક AI સ્ટાર્ટઅપ થૉટલીના કો-ફાઉન્ડર કેસી મૈક્રેલ પોતાનાં જ લગ્નમાં કામ કરતા જોવા મળ્યા હતા. એક બાજુ મહેમાનો ડાન્સની મજા માણી રહ્યા હતા અને મૈક્રેલ લૅપટૉપ પર કામ કરી રહ્યા હતા. તેમના કો-ફાઉન્ડરે લિન્ક્ડઇન પર આ ફોટો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે કેસી પોતાનાં જ લગ્નમાં બારમાં લૅપટૉપ લઈને બેઠેલા માણસ જેવો લાગે છે. જોકે આ તસવીરને કારણે નવા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

international news news new york ai artificial intelligence offbeat news social media