ઇન્ટરનૅશનલ આર્ટ ફેરમાં એઆઇનો ઉપયોગ કરીને બનાવેલી બાપ્પાની પ્રતિમા સ્થાપિત થઈ

24 September, 2023 08:10 AM IST  |  Bern | Gujarati Mid-day Correspondent

સ્વિટ્ઝરલૅન્ડમાં દર વર્ષે યોજાતો ઇન્ટરનૅશનલ આર્ટ ફેરમાં ગણેશની સ્થાપના કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) હંમેશાં કેટલીક વિચિત્ર છતાં આકર્ષક વસ્તુઓ લાવે છે. આ શક્તિશાળી ટેક્નૉલૉજી ચોક્કસ આપણી આસપાસની દુનિયાને બદલી રહી છે. વિશ્વભરના કલાકારો અકલ્પ્ય પરિણામો ઉત્પન્ન કરવા માટે ઘણા એઆઇ ટુલ્સનો ઉપયોગ કરી રહ્યા છે જે તરત જ ઇન્ટરનેટનું ધ્યાન ખેંચે છે. હાલમાં દેશભરમાં ગણેશચતુર્થી તહેવાર ઊજવાઈ રહ્યો હોવાથી એક કલાકારે આર્ટ બેસલ (સ્વિટ્ઝરલૅન્ડમાં દર વર્ષે યોજાતો ઇન્ટરનૅશનલ આર્ટ ફેર)માં ગણેશની સ્થાપના કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર જઈને કલાકાર જયેશ સચદેવે બાપ્પાની એઆઇના આધારે તૈયાર કરવામાં આવેલા શ્રીગણેશ ઇન્સ્ટૉલેશનની ઇમેજની શ્રેણી પોસ્ટ કરી છે. તેણે તેની પોસ્ટની કૅપ્શનમાં લખ્યુ છે, આર્ટ બેસલ ખાતેનું મારું શ્રીગણેશ ઇન્સ્ટૉલેશન ધમાકેદાર છે.

સચદેવની પોસ્ટે સોશ્યલ મીડિયા પર ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. માત્ર ૩ દિવસ પહેલાં શૅર કરવામાં આવેલી પોસ્ટ પહેલાંથી જ ૧,૪૫,૦૦૦થી વધુ લાઇક્સ અને ઘણી કમેન્ટ્સ એકઠી કરી ચૂકી છે. આ આર્ટવર્કે બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખનું પણ ધ્યાન ખેંચ્યું હતું. તેણે ગ્રીન હાર્ટ ઇમોજિસ સાથે ટિપ્પણી કરી કે ‘અસાધારણ’.

એક યુઝરે લખ્યું જીવંત ગણેશનું અદ્ભુત પ્રદર્શન, આમાં નવાં સ્વરૂપોની સામગ્રી અદ્ભુત છે. બીજાએ કહ્યું કે હું ઇચ્છું છું કે હું આ ઇન્સ્ટૉલેશનને રૂબરૂ જોઈને ધન્ય બનવા ઇચ્છું છું. તમે ખરેખર તમારી કળાને આગવી ઓળખ આપી છે. અભિનંદન. 

ganpati ganesh chaturthi switzerland offbeat news international news