૩૫ વર્ષથી ન કાપેલી મૂછને ગળામાં માળાની જેમ સાચવવી પડે છે

19 July, 2024 11:58 AM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

રમેશ કુશવાહા લોકલ સેલિબ્રિટી બની ગયા છે. આગરા ફરવા આવતા દેશી-વિદેશી સહેલાણીઓને જ્યારે આ માણસ વિશે ખબર પડે છે ત્યારે તેમની સાથે ખાસ ફોટો પડાવવા આવે છે.

રમેશ કુશવાહા

મૂછેં હો તો નથ્થુલાલ જૈસી... એવું કહેવાને બદલે હવે આગરાના રમેશ કુશવાહા જેવી મૂછ હોવી જોઈએ એવું કહેવું પડશે. આ કાકાએ છેલ્લાં ૩૫ વર્ષથી મૂછ કાપી નથી. હાલમાં ૮૦ વર્ષની વયે રમેશદાદાની મૂછની કુલ લંબાઈ ૩૫ ફુટ જેટલી થઈ ગઈ છે અને એની જાળવણી કરવા માટે ખાસ્સી જહેમત ઉઠાવવી પડે છે. રમેશ કુશવાહા લોકલ સેલિબ્રિટી બની ગયા છે. આગરા ફરવા આવતા દેશી-વિદેશી સહેલાણીઓને જ્યારે આ માણસ વિશે ખબર પડે છે ત્યારે તેમની સાથે ખાસ ફોટો પડાવવા આવે છે. મૂછે વળ ચડાવવાના શોખીન રમેશભાઈએ એમ જ શોખ ખાતર મૂછ ટ્રિમ કરવાનું બંધ કરેલું. જોકે એને લોકો વખાણવા માંડ્યા એટલે પછી તેમણે કાપવાનો વિચાર જ માંડી વાળ્યો. ધીમે-ધીમે કરતાં હવે મૂછ ૩૫ ફુટ લાંબી થઈ ગઈ છે એટલે એને બરાબર વાળીને સાચવવી પડે છે. દર અઠવાડિયે એક વાર તેઓ ઓળેલી મૂછને ખોલે છે અને કાંસકો ફેરવીને ગૂંચ કાઢીને ફરીથી એની માળા બનાવી દે છે જે તેઓ ગળાની ફરતે ભરાવીને ફરે છે. 

agra culture news new delhi offbeat news national news