પ્રેગ્નન્ટ મહિલા મરી ગઈ એ પછી ડૉક્ટરે સિઝેરિયન કરી બાળકીને બચાવી લીધી

21 July, 2024 10:14 AM IST  |  Gaza | Gujarati Mid-day Correspondent

આ બાળકી અત્યારે ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં છે અને રિકવર થઈ રહી છે.

નવજાત બાળક

ગાઝા સ્ટ્રિપ પર ચાલી રહેલા યુદ્ધમાં રાતના સમયે એક ઇઝરાયલી હુમલામાં એક જ સ્થળે ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ લોકો વચ્ચે ૯ મહિનાની એક પ્રેગ્નન્ટ મહિલા પણ ઘાયલ થઈ હતી. એક રાત જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા પછી તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી, પણ ડૉક્ટરો તેનો જીવ બચાવી ન શક્યા. જોકે ડૉક્ટરોએ સોનોગ્રાફી કરી તો આ મહિલાના ગર્ભમાંની બાળકી જીવિત હતી. ડૉક્ટરોએ તાત્કાલિક સિઝેરિયન સેક્શન કરીને બાળકીને કાઢી લીધી હતી. આ બાળકી અત્યારે ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં છે અને રિકવર થઈ રહી છે. ડૉક્ટરોએ તેનું નામ બેબી યાસિન પાડ્યું છે. 

offbeat news gaza strip international news