10 November, 2024 05:44 PM IST | China | Gujarati Mid-day Correspondent
બાળક જન્મ્યું એ કાળા રંગનું.
કોઈ પણ મહિલાને બાળકની માતા બનવાનું સપનું હોય અને એ દિવસ તેને માટે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દિવસ હોય છે, પણ શાંઘાઈની ૩૦ વર્ષની મહિલા માટે આ દિવસે દુઃખના ડુંગર ખડકી દીધા છે. મહિલા અને તેનો પતિ બન્ને ચીનના હોવાથી સ્વાભાવિક રીતે બન્નેનો રંગ ગોરો છે, પણ તેને જે બાળક જન્મ્યું છે એ કાળા રંગનું જન્મ્યું છે. આફ્રિકાના લોકોનો રંગ હોય એવો પોતાના બાળકનો કાળો રંગ જોઈને પિતા હેબતાઈ ગયા. તેણે બાળકને રમાડવાનું તો ઠીક સામે પણ ન જોયું. પત્ની પતિના વર્તનથી વ્યથિત તો થઈ જ, પણ પછી પતિએ પૅટરનિટી ટેસ્ટ કરાવવાનું કહ્યું અને છૂટાછેડા માગ્યા ત્યારે તે રીતસરની ભાંગી પડી. પત્નીએ ખુલાસા કરવા પડ્યા કે હું ક્યારેય આફ્રિકા નથી ગઈ અને એવા કાળા માણસોને હું ઓળખતી પણ નથી. એ મહિલાએ એમ પણ કહ્યું કે બાળકનો રંગ જોઈને પહેલાં પોતાને પણ અજુગતું લાગ્યું હતું. મહિલા ટેસ્ટ કરાવવા સંમત થઈ છે.