24 August, 2024 01:46 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોઈ હડકાયું કૂતરું માણસને કરડે તો માણસ પણ હડકાયો થઈ જાય છે એવું સાંભળ્યું છે, પરંતુ મધ્ય પ્રદેશના સાગરમાં આનાથી પણ વિચિત્ર ઘટના બની છે. એક માણસને કૂતરું કરડ્યા પછી લોકોનું જીવવું અઘરું થઈ ગયું છે. કૂતરાને બદલે લોકો એ માણસથી ડરીને ઘરની બહાર નથી નીકળતા. સફાઈ-કર્મચારી સોનુને બે અઠવાડિયાં પહેલાં બજારમાં એક કૂતરું કરડ્યું હતું. થોડા સમય પછી સોનુનું વર્તન બદલાઈ ગયું. હવે સોનુ લોકોને બચકાં ભરવા અને કાચું માંસ પણ ખાવા માંડ્યો છે. બજારના દુકાનદારો અને લોકોએ સોનુની સારવાર કરાવવાના અનેક પ્રયત્ન કર્યા અને તેને રૅબીઝનાં ઇન્જેક્શન પણ લગાવ્યાં છે છતાં કોઈ ફેર પડ્યો નથી. નિષ્ણાતો કહે છે કે સોનુને ૧૦-૧૨ દિવસ પહેલાં કૂતરું કરડ્યું હોય તો રૅબીઝ પ્રસરી ગયાં હોય અને ગંભીર બની ગયાં હોય એવું બની શકે. જોકે તે દારૂ પીતો હોવાથી આક્રમક વ્યવહાર થઈ શકે છે એથી સોનુથી દૂર રહેવાની લોકોને અપીલ કરવામાં આવી છે.