11 June, 2024 03:49 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સૂરજનાં કિરણો કંઈક અલગ જ રંગો વિખેરતા દેખાયા હતા
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ સૂર્યની ગતિવિધિઓને સમજવા તરતા મૂકેલા આદિત્ય L1 સ્પેસક્રાફ્ટ મિશનની કામગીરીના કેટલાક સુંદર નમૂના શૅર કર્યા હતા. આઠમી અને નવમી મે દરમ્યાન જ્યારે સૂરજ આગ ઓકી રહ્યો હતો ત્યારે સોલર અલ્ટ્રાવાયલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) અને વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC)ની મદદથી પાડેલા સૂર્યના ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે. આ તસવીરોમાં સૂરજનાં કિરણો કંઈક અલગ જ રંગો વિખેરતા જોવા મળે છે.