બ્રેડ, બટર અને ચીઝ જેવાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી વહેલું મૃત્યુ થઈ શકે છે

22 May, 2024 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફૂડ અનેક પ્રોસેસમાંથી પસાર થાય છે અને એમાં ઍડેડ કલર્સ, ફ્લેવર અને કેમિકલી મૉડિફાઇડ પદાર્થો નાખવામાં આવે છે.

બ્રેડ, બટર અને ચીઝ

બ્રેડ, બટર અને ચીઝ એવી વસ્તુ છે જે લગભગ દરેકના કિચનમાં જોવા મળે છે. જોકે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા અનુસાર વધુપડતું અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી હૃદય અને ફેફસાંની બીમારી ઉપરાંત કૅન્સર, મેદસ્વિતા, મેન્ટલ હેલ્થ ડિસઑર્ડર થઈ શકે છે. અમુક કેસમાં વ્યક્તિનું વહેલું મૃત્યુ પણ થઈ શકે છે. ICMRની ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, બ્રેડ, બટર, ચીઝ, બ્રેકફાસ્ટ ​સિરિયલ, રિફાઇન્ડ ફ્લોર, કુકિંગ ઑઇલ જેવાં ફૂડ્સમાં સૉલ્ટ, શુગર અને ફૅટની માત્રા ખૂબ વધારે હોય છે. એમાં વિટામિન, ફાઇબર અને હોલ ફૂડ લગભગ નહીંવત્ પ્રમાણમાં હોય છે. આ ફૂડ અનેક પ્રોસેસમાંથી પસાર થાય છે અને એમાં ઍડેડ કલર્સ, ફ્લેવર અને કેમિકલી મૉડિફાઇડ પદાર્થો નાખવામાં આવે છે.

offbeat news health tips cancer heart attack