પૅરૅશૂટ વિના ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈએથી પટકાયેલી મહિલાએ કરી ‘સ્વર્ગ’ની અનુભૂતિ

02 April, 2023 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કાય-ડાઇવિંગ ટ્રિપમાં ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈએથી પટકાયા બાદ બચી ગયેલી મહિલાએ જ્યારે તેનું પૅરૅશૂટ ખૂલ્યું નહોતું ત્યારે પોતે સ્વર્ગમાં હોવાની અનુભૂતિ કરી હતી. 

સ્કાય-ડાઇવિંગ ટ્રિપમાં ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈએથી પટકાઈ મહિલા

સ્કાય-ડાઇવિંગ ટ્રિપમાં ૧૪,૦૦૦ ફુટની ઊંચાઈએથી પટકાયા બાદ બચી ગયેલી મહિલાએ જ્યારે તેનું પૅરૅશૂટ ખૂલ્યું નહોતું ત્યારે પોતે સ્વર્ગમાં હોવાની અનુભૂતિ કરી હતી. 
૨૦૧૩માં એમ્મા કેરી નામની મહિલા સ્વિસ આલ્પ્સ પર સ્કાય-ડાઇવિંગનું સ્વપ્ન સાકાર કરવા નીકળી હતી, પરંતુ હેલિકૉપ્ટરમાંથી બહાર પગ મૂક્યો અને ફ્રી ફોલ કરવાની શરૂઆત કરતાં તેનું સ્વપ્ન દુ:સ્વપ્નમાં ફેરવાઈ ગયું હતું. 
જોકે આ આખી ઘટના દરમ્યાન તે સંપૂર્ણ ભાનમાં હતી, પણ તીવ્ર પીડાને લીધે એવું લાગી રહ્યું હતું જાણે તે ચોક્કસ મરી ગઈ છે અને નરકમાં પહોંચી ગઈ છે. ફ્રી ફોલ પછી જમીન પર પટકાયા બાદ સમજાયું કે તેના પગ બિલકુલ હિલચાલ નથી કરી રહ્યા. 
એમ્માએ તેના અનુભવ વિશે એક પુસ્તક લખ્યું છે, જેમાં તેણે આ દુર્ઘટના વખતની પોતાની મનઃસ્થિતિનો ચિતાર આપતાં કહ્યું કે ‘સામાન્ય રીતે ભવિષ્યનો વિચાર ન કરનારી હું એક ક્ષણમાં મારા બાકીના જીવન વિશે વિચારવા માંડી હતી.’

offbeat news