અબુધાબીમાં ખૂલ્યું ઘુવડ કૅફે ૯ ઘુવડ ૮ કલાક તમારું મનોરંજન કરશે

19 July, 2024 11:39 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

કૅફે-ઓનરનું કહેવું છે કે ‘આ ઘુવડ દિવ્યાંગ હોવાથી જંગલમાં રહી શકે એમ નથી. આ રીતે એની સારી દેખભાળ રાખી શકાય છે.’

અબુધાબીમાં ખૂલ્યું ઘુવડ કૅફે ૯ ઘુવડ ૮ કલાક તમારું મનોરંજન કરશે

જપાનમાં ઑલરેડી ઘુવડ-કૅફે છે, પણ હવે એમાં અબુધાબી પણ જોડાયું છે. આ નવા ખૂલેલા કૅફેમાં તમને જીવતાં ઘુવડ રિસેપ્શન પર તમારું સ્વાગત કરતાં જોવા મળશે. આ ઘુવડ સાથે તમે સેલ્ફી પણ પડાવી શકો છો. અંદર પણ ચોક્કસ જગ્યાએ ઘુવડ લોકોને આવકારતાં હોય એમ બેઠેલાં જોવા મળે છે. પહેલી નજરે વિચાર આવે કે કૅફેમાં ઘુવડ શું કરતાં હશે? પણ એ જ એનો યુનિક સેલિંગ પૉઇન્ટ છે. બપોરે બે વાગ્યે ખૂલતા આ કૅફેનું નામ બુમાહ કૅફે છે.

બે વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી ઉલ્લુઓ કૅફેમાં ગ્રાહકોનું મનોરંજન કરતાં જોવા મળશે. એ પછી તેઓ ફ્રી ટાઇમમાં ફરી શકે છે. ઘુવડ રાતે જાગતાં હોય છે અને દિવસે સૂતાં હોય છે એટલે દિવસે બપોરે બે વાગ્યા સુધી તેઓ આરામ કરતાં હોય છે. કૅફેના માલિક મોહમ્મદ અલ શેડીનું કહેવું છે કે ‘કૅફેની રૂમમાં કસ્ટમર્સ અને ઘુવડ વચ્ચે એક ગ્લાસ ડિવાઇડર હોય છે. જો કોઈ આઉલની પાસે આવીને વાત કરવા ઇચ્છે કે રમાડવા ઇચ્છે તો એ માટેનો ચાર્જ અલગ છે.’ ઘુવડને નજીકથી જોવા-રમાડવાનો ચાર્જ દોઢ હજાર રૂપિયા છે. કેટલાક પ્રાણીપ્રેમીઓ ઘુવડ પર આ રીતે ક્રૂરતા થઈ રહી છે એવી ચિંતા વ્યક્ત કરતા હોય છે, પણ એના જવાબમાં કૅફે-ઓનરનું કહેવું છે કે ‘આ ઘુવડ દિવ્યાંગ હોવાથી જંગલમાં રહી શકે એમ નથી. આ રીતે એની સારી દેખભાળ રાખી શકાય છે.’

abu dhabi united arab emirates international news offbeat news wildlife