જ્યારે મહિલાઓ મોસ્ટ ફર્ટાઇલ હોય ત્યારે તેમની સ્માર્ટનેસ વધુ હોય

10 February, 2024 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માસિક શરૂ થવાનું હોય એના એક-બે દિવસ પહેલાં એસ્ટ્રોજનના લેવલમાં ખૂબ જ ઘટાડો થઈ જાય છે

પ્રતીકાત્મક તસવીર

પિરિયડ્સની ૨૮થી ૩૦ દિવસની સાઇકલ દરમ્યાન માત્ર હૉર્મોનલ ઊથલપાથલ જ થાય છે એવું નથી. એનાથી મહિલાઓના મૂડ, મગજની કાર્યક્ષમતા અને શરીરની વલ્નરેબિલિટીમાં ઘણો જ ફરક પડે છે. માસિક શરૂ થવાનું હોય એના એક-બે દિવસ પહેલાં એસ્ટ્રોજનના લેવલમાં ખૂબ જ ઘટાડો થઈ જાય છે. આ અંતઃસ્રાવી હલચલને કારણે ઘણી મહિલાઓમાં મૂડ-સ્વિંગ્સ વધી જાય છે. જ્યારે આ હૉર્મોન પિક પર હોય છે ત્યારે મહિલાઓનું મગજ પણ સ્પષ્ટ અને ઝડપથી ચાલતું હોય છે. જ્યારે ઓવ્યુલેશન થાય એ પછીનો સમય મહિલાઓનું મગજ શ્રેષ્ઠ રીતે કામ કરે છે. સ્કૉટલૅન્ડના રિસર્ચરોનું કહેવું છે કે માસિક આવવાનું હોય ત્યારે એસ્ટ્રોજન લેવલ અચાનક ઘટી જાય છે. એ વખતે તેમનું મગજ છટકે એવું બની શકે છે. વગર કારણે રડવું, ચીડચીડિયા થઈ જવું, ગુસ્સો આવવો, મૂડલેસ થઈ જવું અથવા તો ખૂબ જ ચંચળ અને રેસ્ટલેસ થઈ જવું જેવાં વિચિત્ર લક્ષણો અચાનક ઘટેલાં હૉર્મોન્સને કારણે પેદા થાય છે જે તેમની માનસિક કાર્યક્ષમતા પણ ઘટાડે છે.

offbeat news international news