21 July, 2024 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પ્રાણીપ્રેમી અને ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ ઑફિસર સુશાંતા નંદાએ તેમના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એક ફની વિડિયો શૅર કર્યો છે. વાંદરા અમસ્તા જ અળવીતરા નથી કહેવાતા. એની સાથે કોઈ પંગો લે તો ભલભલા થાકી જાય. થોડા સમય પહેલાં એક વાઘને ટપલી મારીને હેરાન કરતા વાંદરાનો વિડિયો વાઇરલ થયેલો એવું જ કંઈક હાલમાં દીપડા સાથે બન્યું છે. દીપડો વાંદરા પર હુમલો કરવા માટે ઝાડ પર ચડી જાય છે ત્યારે વાંદરો વારંવાર એક ડાળીથી બીજી ડાળી પર કૂદાકૂદ કરી મૂકે છે. દીપડાભાઈ એની પાછળ કૂદકા મારવાની કોશિશ કરે છે. પંદર સેકન્ડના વિડિયોમાં વાંદરો દીપડાને થકવી નાખે છે. જે ચપળતાથી વાંદરો કૂદકા મારે છે એ જોતાં દીપડો એને પહોંચી શકે એવું લાગતું નથી છતાં શિકાર કરવા માટે એનું ડેડિકેશન વખાણવું પડે એવું છે.