હાલતીચાલતી દારૂની દુકાન: શર્ટમાં ૪૮ દારૂની બૉટલ છુપાવવાનું હુન્નર પોલીસે પકડી પાડ્યું

29 June, 2024 10:54 AM IST  |  Haridwar | Gujarati Mid-day Correspondent

હરિદ્વારમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ છે

૪૮ દારૂની બૉટલો

પ્રભુના ધામ હરિદ્વારમાં દારૂની ચોરી કરવામાં લોકો એટલા અનુભવી થઈ ગયા છે કે પોલીસો પણ હવે અચંબિત થઈ જાય છે. હરિદ્વારમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ છે, પરંતુ અહીં પણ બૂટલેગરોની બોલબાલા જબરી છે. તાજેતરમાં પોલીસે એક બૂટલેગરને પકડ્યો ત્યારે તેના શર્ટ અને પૅન્ટમાંથી કુલ ૪૮ દારૂની બૉટલો બહાર નીકળી હતી.

એટલું નાચ્યા કે અતિઉત્સાહમાં હૃદય કામ કરતું બંધ થઈ ગયું

સિંગાપોરમાં એક ભાઈ કસીનોમાં જુગાર રમવા ગયા ત્યારે ૪ મિલ્યન ડૉલર એટલે કે ૩૩.૩૪ કરોડ રૂપિયાનો જૅકપૉટ જીતી ગયા હતા. જોકે આ ઘટનાની ખુશીમાં તેઓ એટલું નાચ્યા કે અતિઉત્સાહમાં હૃદય કામ કરતું બંધ થઈ ગયું અને બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચાડી દેવાતાં તેમની સારવાર ચાલી રહી છે.

offbeat news haridwar Crime News