25 September, 2024 01:56 PM IST | England | Gujarati Mid-day Correspondent
ફુટબૉલના ગ્રાઉન્ડ જેવું ટેબલ ડિઝાઇન
ઇંગ્લૅન્ડના રૉયલ ટનબ્રિજ વેલ્સ નામના ટાઉનમાં ગયા વીક-એન્ડમાં ત્રણ દિવસની ટેબલ ફુટબૉલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. એમાં ૨૬ દેશોની ૩૦૦ ટીમોએ ભાગ લીધો હતો. એમાં ફુટબૉલના ગ્રાઉન્ડ જેવું ટેબલ ડિઝાઇન કરેલું હોય છે અને મિનિએચર પ્લેયર્સને ટીમ-કૅપ્ટન હાથથી ફેરવે છે. ૧૯૪૬ની સાલમાં શોધાયેલી આ રમત હવે વિશ્વભરમાં ફેમસ થઈ ગઈ છે.
બદ્રીનાથમાં વાદળોમાં શિવદર્શન થયાં
ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ બદ્રીનાથ ધામમાં નીલકંઠ પર્વત પર વિશિષ્ટ દૃશ્યો જોવા મળ્યાં હતાં. નીલકંઠ પર્વત પર વાદળોથી કુદરતી રીતે ભગવાન શિવશંકરની આકૃતિ રચાઈ હતી. પર્વતની પેલે પારથી જટાધારી ભગવાન ભોળાનાથ જાણે સાક્ષાત્ હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
મહિલાના ગર્ભમાં જે બાળક હતું તેના પેટમાં પણ ગર્ભ હતો
મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના કેસલી ગામમાં એક સગર્ભા ૯ મહિના થતાં ખાનગી ક્લિનિકમાં તપાસ કરાવવા ગઈ હતી. તેની સોનોગ્રાફીમાં ખબર પડી કે મહિલાના ગર્ભમાં જે બાળક હતું તેના પેટમાં પણ ગર્ભ હતો. ડૉક્ટરના કહેવા મુ જબ પાંચ લાખ કિસ્સામાં આવો એક કેસ આવે છે. એમાં મોટા ભાગે ટ્વિન પ્રેગ્નન્સી હોય છે અને એક ભૂણને બીજું ભ્રૂણ ગળી જાય છે.
આને કહેવાય પાડાના વાંકે પખાલીને ડામ
ઇન્દોરમાં અકસ્માતને કારણે પત્ની કોમામાં સરી પડી એટલે પતિ સામે બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરવાનો ગુનો નોંધાયો છે. ૧૪ સપ્ટેમ્બરે રવિ ગૌડ પત્ની શાનુને લઈને સ્કૂટર પર બીઆરટીએસના રસ્તા પરથી જઈ રહ્યા હતા. રસ્તા પર એટલાબધા ખાડા હતા કે સ્કૂટરનું બૅલૅન્સ ડગી ગયું અને શાનુ ગૌડ પડી ગયાં. માથામાં ગંભીર રીતે વાગ્યું એટલે કોમામાં સરી પડ્યાં. આ અકસ્માત પછી પતિ રવિ ગૌડ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ એટલે કે બીજાના જીવને જોખમમાં નાખવા અને કલમ ૨૮૧ એટલે કે બેદરકારીથી વાહન ચલાવવાના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ઇન્દોરમાં અકસ્માતને કારણે પત્ની કોમામાં સરી પડી એટલે પતિ સામે બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરવાનો ગુનો નોંધાયો છે. ૧૪ સપ્ટેમ્બરે રવિ ગૌડ પત્ની શાનુને લઈને સ્કૂટર પર બીઆરટીએસના રસ્તા પરથી જઈ રહ્યા હતા. રસ્તા પર એટલાબધા ખાડા હતા કે સ્કૂટરનું બૅલૅન્સ ડગી ગયું અને શાનુ ગૌડ પડી ગયાં. માથામાં ગંભીર રીતે વાગ્યું એટલે કોમામાં સરી પડ્યાં. આ અકસ્માત પછી પતિ રવિ ગૌડ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ એટલે કે બીજાના જીવને જોખમમાં નાખવા અને કલમ ૨૮૧ એટલે કે બેદરકારીથી વાહન ચલાવવાના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે.