29 October, 2023 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ત્રીના કાનમાં ઘૂસ્યો કરોળિયો
શરીરની અંદર રહેતા જીવંત પ્રાણીનો ખ્યાલ જ વ્યક્તિનું મન ગંભીર કરવા માટે પૂરતો છે. તો કલ્પના કરો કે તાઇવાનની ૬૪ વર્ષની મહિલાએ અણધાર્યા મહેમાન વિશે જાણ્યા પછી કેવી ભયાનકતા અનુભવી હશે, જે તેના કાનની અંદર રહતો હતો. આ મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તેના ડાબા કાનમાં વિચિત્ર અવાજ સંભળાતા હતા. ક્લિકિંગ અને રસ્ટલિંગ જેવા અવાજ ચાર દિવસ સુધી આવ્યા બાદ મહિલાએ ડૉક્ટર દ્વારા તપાસ કરાવવાનું નક્કી કર્યું. જ્યારે ડૉક્ટરે મહિલાની સમસ્યા પર એક નજર નાખી ત્યારે દરેકને આશ્ચર્ય થયું. એક કરોળિયો તેના શેડ એક્સોસ્કેલેટન સાથે તેના કાનની અંદર શાંતિથી બેઠેલો જોવા મળ્યો હતો.
આ બાબતે તાઇવાન મ્યુનિસિપલ હૉસ્પિટલના લિયીન વેંગ અને ટેંગચીન વાંગે આ કેસને નવો ગણાવ્યો હતો, કારણ કે કાનની અંદર જંતુ મળવાની કોઈ ઘટના અગાઉ બની નથી. ઇયર કનૅલ ફરતે કીડી, વંદો અને મચ્છર દોડી રહ્યાં હોવાના અહેવાલ છે, પરંતુ ઇયર કનૅલની અંદર જંતુઓ વહન કરી રહ્યાં હોવાનો કોઈ ઉલ્લેખ નથી. જ્યાં સુધી કરોળિયો તેના કાનની અંદર હતો ત્યાં સુધી મહિલા ચાર દિવસ ઊંઘી શકી નહોતી.