18 November, 2023 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉર્ડ ક્રિકેટ ગણેશા મંદિરમાં વર્લ્ડ કપ ફાઇનલ માટે ખાસ પૂજા થઈ
ગઈ કાલે ચેન્નઈમાં આવેલા યુનિક ક્રિકેટ ટેમ્પલમાં વર્લ્ડ કપને લઈને એક ખાસ પૂજા થઈ હતી. આ મંદિર યુનિક છે, કેમ કે અહીં ગણપતિબાપ્પાની મૂર્તિ છે જે ક્રિકેટરના અવતારમાં છે. ગણેશજીનાં ૧૧ માથાં છે અને સાથે બૅટિંગ, બોલિંગ કરતા ગણેશજીની મૂર્તિ પણ છે. આ મંદિર રામ ક્રિષ્નન નામના ક્રિકેટ-ફૅને બનાવ્યું છે.