ચાર વર્ષની ઉંમરે ખોવાઈ ગયેલો દીકરો બાવીસ વર્ષે ગૂગલ-મૅપની મદદથી મળ્યો

04 October, 2024 03:44 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આગરાના પ્રયાસ બાળ સંરક્ષણ ગૃહમાં માર્ચમાં પોલીસ બાળકોનું કાઉન્સેલિંગ કરતી હતી. એક દિવસ ત્યાંનો સફાઈ-કર્મચારી બબલુ શર્મા પોલીસ પાસે આવ્યો અને કહ્યું કે તે જૂન ૨૦૦૨માં ઘરેથી ખોવાઈ ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

આગરાના પ્રયાસ બાળ સંરક્ષણ ગૃહમાં માર્ચમાં પોલીસ બાળકોનું કાઉન્સેલિંગ કરતી હતી. એક દિવસ ત્યાંનો સફાઈ-કર્મચારી બબલુ શર્મા પોલીસ પાસે આવ્યો અને કહ્યું કે તે જૂન ૨૦૦૨માં ઘરેથી ખોવાઈ ગયો હતો. મને ઘર અને પરિવાર શોધવામાં મદદ કરો. તેણે પોલીસને કહ્યું કે પપ્પાનું નામ સુખદેવ છે અને મમ્મીનું નામ અંગૂરીદેવી છે. ગામનું નામ ધનૌરા છે એવું તેને માંડ-માંડ યાદ આવ્યું. પોલીસ માટે આટલી માહિતી પૂરતી હતી. જીઆરપી ઇન્ચાર્જ રિપુદમન સિંહે સી પ્લાન ઍપ અને ગૂગલ-મૅપની મદદથી ધનૌરા ગામ શોધ્યું તો એકસાથે ૩ ગામ મળ્યાં. બિજનૌર, બાગપત અને બુલંદશહરમાં ધનૌરા ગામ હતાં, પણ ત્યાંથી કોઈ કામની માહિતી ન મળી. પોતે કેવી રીતે ગુમ થયો એની જેટલી યાદ હોય એટલી માહિતી આપવા પોલીસે બબલુને કહ્યું. બબલુએ માથું ખંજવાળીને યાદ કર્યું અને પછી કહ્યું કે પોતે ટ્રેનમાં દિલ્હી પહોંચ્યો હતો. આ અને આવી ઝીણી-ઝીણી વિગતો ભેગી કરીને તપાસ કરી તો ખબર પડી કે ચોલા રેલવે સ્ટેશન પાસે પણ એક ધનૌરા ગામ છે. પોલીસે ત્યાં સંપર્ક કર્યો અને બબલુનો ફોટો મોકલ્યો. થોડા દિવસ પછી ત્યાંથી ફોન આવ્યો કે ગામના સુખદેવ શર્માનો દીકરો વર્ષો પહેલાં ખોવાઈ ગયો હતો અને હજી સુધી મળ્યો નથી. પોલીસે તપાસ કરી, ખરાઈ કરી તો બબલુ સુખદેવ સિંહનો જ દીકરો હોવાનું પુરવાર થયું. સુખદેવ સિંહે પણ પોલીસને કહ્યું કે અમે પાંચ-૬ વર્ષ સુધી બબલુને શોધ્યો, પણ તે નહોતો મળ્યો. બબલુને વળગીને મમ્મી અંગૂરીદેવી કલાકો સુધી રડતી રહી અને પરિવાર તથા પોલીસ ગળગળા થઈ ગયા હતા.આગરાના પ્રયાસ બાળ સંરક્ષણ ગૃહમાં માર્ચમાં પોલીસ બાળકોનું કાઉન્સેલિંગ કરતી હતી. એક દિવસ ત્યાંનો સફાઈ-કર્મચારી બબલુ શર્મા પોલીસ પાસે આવ્યો અને કહ્યું કે તે જૂન ૨૦૦૨માં ઘરેથી ખોવાઈ ગયો હતો. મને ઘર અને પરિવાર શોધવામાં મદદ કરો. તેણે પોલીસને કહ્યું કે પપ્પાનું નામ સુખદેવ છે અને મમ્મીનું નામ અંગૂરીદેવી છે. ગામનું નામ ધનૌરા છે એવું તેને માંડ-માંડ યાદ આવ્યું. પોલીસ માટે આટલી માહિતી પૂરતી હતી. જીઆરપી ઇન્ચાર્જ રિપુદમન સિંહે સી પ્લાન ઍપ અને ગૂગલ-મૅપની મદદથી ધનૌરા ગામ શોધ્યું તો એકસાથે ૩ ગામ મળ્યાં. બિજનૌર, બાગપત અને બુલંદશહરમાં ધનૌરા ગામ હતાં, પણ ત્યાંથી કોઈ કામની માહિતી ન મળી. પોતે કેવી રીતે ગુમ થયો એની જેટલી યાદ હોય એટલી માહિતી આપવા પોલીસે બબલુને કહ્યું. બબલુએ માથું ખંજવાળીને યાદ કર્યું અને પછી કહ્યું કે પોતે ટ્રેનમાં દિલ્હી પહોંચ્યો હતો. આ અને આવી ઝીણી-ઝીણી વિગતો ભેગી કરીને તપાસ કરી તો ખબર પડી કે ચોલા રેલવે સ્ટેશન પાસે પણ એક ધનૌરા ગામ છે. પોલીસે ત્યાં સંપર્ક કર્યો અને બબલુનો ફોટો મોકલ્યો. થોડા દિવસ પછી ત્યાંથી ફોન આવ્યો કે ગામના સુખદેવ શર્માનો દીકરો વર્ષો પહેલાં ખોવાઈ ગયો હતો અને હજી સુધી મળ્યો નથી. પોલીસે તપાસ કરી, ખરાઈ કરી તો બબલુ સુખદેવ સિંહનો જ દીકરો હોવાનું પુરવાર થયું. સુખદેવ સિંહે પણ પોલીસને કહ્યું કે અમે પાંચ-૬ વર્ષ સુધી બબલુને શોધ્યો, પણ તે નહોતો મળ્યો. બબલુને વળગીને મમ્મી અંગૂરીદેવી કલાકો સુધી રડતી રહી અને પરિવાર તથા પોલીસ ગળગળા થઈ ગયા હતા.

agra uttar pradesh news google national news social media social networking site offbeat news technology news