નાગપુરમાં બન્યો ૨૫૮૬મી બુદ્ધજયંતી નિમિત્તે ૨૫૮૬ કિલો ખીર બનાવવાનો રેકૉર્ડ

26 May, 2024 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ વખતે ૫૦૦ બૌદ્ધ સાધુઓ હાજર રહ્યા

જાયન્ટ માત્રામાં ખીર

નાગપુરના ચક્રવર્તી સમ્રાટ અશોક ફાઉન્ડેશને બુદ્ધ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ગુરુવારે બેઝનબાગમાં બૌદ્ધ ભિક્ષુઓ માટે જાયન્ટ માત્રામાં ખીર બનાવી હતી. એમાં ૧૦૦ કિલો ઘી, ૨૦૦૦ લીટર દૂધ, ૧૦૦૦ કિલો ખાંડ અને ૪૦૦ કિલો ચોખા, ચારોળી, બદામ, કાજુ, કિસમિસ અને કોપરું નાખીને પૌષ્ટિક ખીર બનાવી હતી. ગુરુવારે ઢળતી સાંજે ખીર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ એ વખતે ૫૦૦ બૌદ્ધ સાધુઓ હાજર રહ્યા અને સામૂહિક મહાપરિત્રાણ પાઠ કરીને પ્રસાદમાં ખીર પીરસવામાં આવી હતી. 

offbeat news nagpur festivals