સોલાપુરમાં ખીલ્યું છે ૧૦૦૮ પાંખડીનું કમળ

16 September, 2024 03:56 PM IST  |  Solapur | Gujarati Mid-day Correspondent

સોલાપુરના ગણપતિ ઘાટ પાસે સકુબાઈ હીરાચંદ નેમચંદ કન્યા પ્રયોગશાળામાં એક દુર્લભ અને અદ્ભુત સહસ્રદલ કમળ ખીલ્યું છે.આ કમળમાં ૧૦૦૮ પાંખડી છે જે એને ખાસ બનાવે છે.

૧૦૦૮ પાંખડીવાળું કમળનું ફૂલ

સોલાપુરના ગણપતિ ઘાટ પાસે સકુબાઈ હીરાચંદ નેમચંદ કન્યા પ્રયોગશાળામાં એક દુર્લભ અને અદ્ભુત સહસ્રદલ કમળ ખીલ્યું છે. આ કમળમાં ૧૦૦૮ પાંખડી છે જે એને ખાસ બનાવે છે. સોલાપુરમાં આવું દુર્લભ કમળ પહેલી વાર ખીલ્યું હોવાથી ફૂલપ્રેમીઓ માટે એ વિશેષ છે. જેમણે આ ફૂલ ઉગાડ્યું છે એ રેવતી કુલકર્ણીનું કહેવું છે કે તેણે આ પ્લાન્ટ હજારો વર્ષ જૂના કમળની પ્રજાતિને રિવાઇવ કરવા માટે લગાડ્યો હતો. થોડા સમય પહેલાં બે ફૂલ આવી ચૂક્યાં છે અને હવે જે ત્રીજું ફૂલ ખીલ્યું છે એને હજાર પાંખડી છે. આ ફૂલની બહારની પાંખડીઓ ધીમે-ધીમે મોટી થઈને ખરતી રહે છે અને અંદરની પાંખડીઓ ખીલતી રહેતી હોવાથી એની સુંદરતા લાંબો સમય બરકરાર રહે છે.

solapur solapur news offbeat news news maharashtra news maharashtra