પ્રોફેસરે સ્ટુડન્ટ્સને જીવતેજીવ પોતાની શ્રદ્ધાંજલિ આપતો નિબંધ લખવા આપી દીધો

17 September, 2024 02:14 PM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

દેવી અહિલ્યા યુનિવર્સિટી, ઈન્દોરમાં, તેમની શ્રદ્ધાંજલિ લખવા માટે એક પ્રોફેસરની અસામાન્ય સોંપણીએ વિવાદ ઉભો કર્યો, જેના કારણે માનવ અધિકાર પંચને ફરિયાદ થઈ.

વાયરલ તસવીર

ઇન્દોરની દેવી અહિલ્યા યુનિવર્સિટીના બૅચલર ઑફ મૅનેજમેન્ટ ઍન્ડ સ્ટડીઝના સ્ટુડન્ટ્સને ડૉ. અતુલ ભરત નામના પ્રોફેસરે એક ખાસ અસાઇનમેન્ટ આપેલું જેને કારણે એવી બબાલ મચી કે એની ફરિયાદ માનવ અધિકાર આયોગ સુધી જઈ પહોંચી. વાત એમ છે કે આ પ્રોફેસરે વિદ્યાર્થીઓને પોતાની શ્રદ્ધાંજલિ લખવાનું કહેલું. એ લખાણની સાથે પોતાનો ફોટો પણ ચીટકાવવાની સૂચના આપી હતી. તેઓ જ્યારે આ દુનિયામાં નહીં રહે ત્યારે લોકો તેમને કઈ રીતે યાદ રાખશે એ વિશે લખવાનું કહ્યું હતું. ક્લાસમાં ૧૧૦ સ્ટુડન્ટ્સ હતા અને એમાંથી એક છોકરીને આવા અસાઇનમેન્ટથી વાંધો હતો. પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ત્યારે પણ પ્રોફેસરનું કહેવું હતું કે આ ક્રીએટિવ રાઇટિંગ અને વિઝ્‍યુઅલાઇઝેશનનો જ એક ભાગ છે.

indore delhi news offbeat news social media social networking site Education