૧૪ વર્ષ જેલમાં રહેલા કેદીએ બહાર આવીને જેલને ગૂગલ રિવ્યુમાં આપ્યા બે સ્ટાર

29 July, 2024 09:38 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

ભાઈસાહેબે આ જેલનું રેટિંગ અને રિવ્યુ ખૂબ જ પ્રામાણિકતાથી આપ્યાં હતાં.

જેલનો રિવ્યુ

સ્પેનના મૅડ્રિડમાં આવેલી એક જેલને એમાં જ રહી ચૂકેલા એક કેદીએ ગૂગલ રિવ્યુમાં ટૂ-સ્ટાર આપ્યા હતા અને આટલા ઓછા સ્ટાર કેમ આપ્યા એનું કારણ પણ લખ્યું હતું. જોસ પરેઝ નામનો એક ભાઈ ૧૪ વર્ષની જેલની સજા આ જેલમાં ભોગવી ચૂક્યો હતો. બહાર આવ્યા પછી ભાઈસાહેબે આ જેલનું રેટિંગ અને રિવ્યુ ખૂબ જ પ્રામાણિકતાથી આપ્યાં હતાં. તેણે લખ્યું હતું કે ‘આ જેલમાંથી મારા ચાર વખત ભાગી છૂટવાના પ્રયાસો નિષ્ફળ ગયા. એની દીવાલ ૩ મીટર ઊંચી છે. એને કારણે કેદીને તકલીફ થઈ શકે છે. હું અને મારો દોસ્ત ભાગવા જતા હતા અને એ દીવાલ ચડતાં પકડાઈ ગયેલા ત્યાર પછી અમને ખૂબ માર મારવામાં આવેલો. આખી રાત અમે સૂઈ શક્યા નહોતા. બાકી અહીં ભાગ્યે જ હિંસા થતી હોય છે અને ડ્રગ્સ પણ મળી જાય છે. ખાવાનું ઠીકઠાક છે.’

spain offbeat news international news google world news