આને કહેવાય અર્થનો અનર્થ

04 July, 2024 10:05 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

કોડાગુ કનેક્ટ નામના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર આ તસવીર શૅર થઈ છે જે જબરદસ્ત વાઇરલ થઈ છે.

પાટિયું

કર્ણાટકના સંપાન્જે જિલ્લા પાસેના નૅશનલ હાઇવે -૨૭૫ પર રોડની સાઇડમાં ઇન્સ્ટ્રક્શન આપતું જે પાટિયું છે એમાં કન્નડમાંથી અંગ્રેજીનું ભાષાંતર થયું છે એ ચોંકાવનારું છે. કન્નડ ભાષામાં એક ફ્રેઝ લખેલો છે જેનો અર્થ થાય છે - ઓવરસ્પીડિંગ ઍક્સિડન્ટનું કારણ બની શકે છે. જોકે એની નીચે કન્નડ ભાષાનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન લખેલું છે - URGENT MAKE AN ACCIDENT. મતલબ કે તાત્કાલિક ઍક્સિડન્ટ કરો. કોડાગુ કનેક્ટ નામના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર આ તસવીર શૅર થઈ છે જે જબરદસ્ત વાઇરલ થઈ છે.  

offbeat news karnataka